જામનગરના ડો.વોરાએ દોઢ વર્ષમાં 800 હાર્ટ સર્જરી કર્યાનો ધડાકો

Spread the love

 

જામનગર, તા.14 જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટયુટમાં 105 દર્દીઓની હ્રદયની સારવાર ખોટી રીતે કરવામાં આવી હોવાનું બહાર આવતા મચી ગયો છે બીજી બાજુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ મામલે ડોક્ટર પાર્શ્વ વોરાને જવાબદાર ઠેરવી હાથ ઊંચા કરી લીધા છે ખરેખર તો દોઢ વર્ષથી આ કાંડ ચાલતું હતું અને હોસ્પિટલના ડાયરેક્ટરોને ખબર ના પડી તે માનવા જેવી જ વાત નથી.

હવે જ્યારે સરકાર તરફે ભાંડો ફૂટ્યો અને પગલાં લેવાની વાત આવે છે ત્યારે બધો દોષનો ટોપલો ડોક્ટર વોરા પર અને તેના પરિવારજનો અને મળતીયા પર ઢોળી દેવામાં આવી રહ્યો છે.

જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને સરકાર દ્વારા અગાઉ રૂ.2.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં ખોટી સારવાર કરવાનો મુદ્દો સામે હતો આ મુદે મેનેજમેન્ટ એ ચૂપચાપ પૈસા ભરી દીધા હતા.

ખરેખર તો જુઓ તેવો ગંભીર હોય તો તેમણે તે સમયે જ આખા પ્રકરણ અંગે ફોજદારી નોંધાવી જોઈએ અને પગલાં લેવા જોતા હતા પરંતુ પૈસા ભરીને પ્રકરણ ઠંડુપાડી દીધું હવે વધુ ભોપાળુ બહાર આવતા બધા ફસાયા છે.

જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં છેલ્લા દોઢ વર્ષમાં ડોક્ટર પાર્શ્વ વોરાએ 800 જેટલી સર્જરી કરી સરકારની તપાસમાં પ્રાથમિક તબક્કામાં બહાર આવ્યું છે કે 105 જેટલી સર્જરી ની જરૂર હતી નહીં અને તે ખોટી રીતે કરવામાં આવી હતી.

પરંતુ આ મામલે હવે હોસ્પિટલના ડાયરેક્ટરો ડોક્ટર કાંતિ મારકણા, ડોક્ટર નિકુંજ ચોવટીયા, ડોક્ટર અલ્પેશ પાટલીયા, ડોક્ટર મિતેન મહેતા અને ડોક્ટર સ્વાતિ વોરાએ આખા પ્રકરણમાંથી પોતાના હાથ ખંખેરી આ બધું ડોક્ટર વોશ અને તેના પરિવારજનોએ અને મળતીયાઓ દ્વારા કરવામાં આવ્યું છે તેમ જણાવી તેઓ આ થોજનાના પાસવર્ડ કોઈને આપતા ન હતા તેમ કહીને લૂલો બચાવો કર્યો છે.

ખરેખર તો દોઢ વર્ષથી પૈસા આવતા જતા તો છ કરોડ જેવી રકમ જમા થઈ તો ડાયરેક્ટરો ને ખબર ના પડી કે પૈસા શેના અને કેવી રીતે આવી રહ્યા છે હવે જ્યારે આ બાબતની ફોજદારી નોંધાશે ત્યારે જ સત્ય બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *