Gj-18 ભાજપ શહેર દ્વારા પ્રદેશ પ્રમુખનું સ્વાગત ઉપયોગી પુસ્તકો, ફુલ સ્કેપ નોટબૂકો દ્વારા સ્વાગત કરવામાં આવશે, જે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે : આશિષ દવે

Spread the love


——-
*ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો ભવ્ય સ્વાગત અને અભિવાદન સમારોહ યોજાશે*
——–
*૧૬ નવેમ્બર, રવિવારે સાંજે ૫.૧૫ કલાકે બ્રહ્મભવન સેક્ટર-૧૬ પાસે સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પાસેના મેદાનમાં શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ અભિવાદન સમારોહનું આયોજન*
——–
*ભાજપના કાર્યકરો, શુભેચ્છકો, ધાર્મિક સંતો-મહંતો, વિવિધ સમાજો અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો, તેમજ અનેક ક્ષેત્રોના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ અભિવાદન સમારોહને ઐતિહાસિક બનાવશે*
——–
*પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અનુરોધ મુજબ કોઈ ભેટ કે મોમેન્ટોથી નહિ, ફક્ત ઉપયોગી પુસ્તકો અને ફૂલસ્કેપ નોટબુક દ્વારા જ તેઓનું સ્વાગત કરાશે, જેનું જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરાશે*
———
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે, ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ શ્રી આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા તા. ૧૬ નવેમ્બર, રવિવારે સાંજે ૫.૧૫ કલાકે બ્રહ્મભવન સેક્ટર-૧૬ પાસે સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પાસેના મેદાનમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના ભવ્ય સ્વાગત અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, શુભેચ્છકો, ધાર્મિક સંતો-મહંતો, વિવિધ સમાજો અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો, તેમજ અનેક ક્ષેત્રોના અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું ઉમળકાભેર સ્વાગત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અનુરોધ કર્યો છે કે, કોઈ ભેટ કે મોમેન્ટોની જગ્યાએ ફક્ત ઉપયોગી પુસ્તકો અને ફૂલસ્કેપ નોટબુક દ્વારા જ તેમનું સ્વાગત કરવામાં આવે. આ રીતે ભેટ કે સ્મૃતિ સ્વરૂપે એકત્રિત થયેલ પુસ્તકો અને નોટબુકો પછીથી જરૂરિયાતમંદ બાળકોમાં વિતરણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. સમગ્ર ગાંધીનગર શહેર ભાજપ સંગઠન પોતાના પ્રદેશ અધ્યક્ષના આવકાર માટે આતુર છે. અભિવાદન સમારોહમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોર, મેયર મીરાબેન પટેલ, શહેર સંગઠન, મહાનગરપાલિકા અને ભાજપના વરિષ્ઠ આગેવાનો તથા બહોળી સંખ્યામાં કાર્યકરો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહેશે.

અભિવાદન સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવા આજે કાર્યક્રમ સ્થળે શહેર ભાજપ અધ્યક્ષ આશિષકુમાર દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્ય, મેયર સહિત પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વાગત-અભિવાદન સમારોહને ઐતિહાસિક અને સફળ બનાવવા તમામ ૧૧ વોર્ડમાં સંગઠન દ્વારા બેઠકોના ધમધમાટ વચ્ચે પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે, વિવિધ સમાજ અને સંગઠનોને આમંત્રિત કરવાની પ્રક્રિયા અને બેઠકોમાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉત્સાહભેર સહભાગી થયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *