ભાજપના ટીપી પાવર વિકાસના ચોગ્ગા છગ્ગા,


ભાજયના બે દિગ્ગજ MLA એવા આપણા જયંતીભાઈ પટેલ એટલે જેએસ પટેલ, ગમે તેવું જોખમ ઉઠાવે એ જયંતિ જોખમ કહી શકાય, ત્યારે માણસા વિસ્તારનો વિકાસ જોઈ શકાય છે, હા, કેન્દ્રીય ગૃહમંત્રીના ચાર હાથ છે, પણ રાત્રે ફોન કરો તો આ ભાથી ઉપાડી લે, બાકી ધોકેણા સાથે જે ચોક્કા, છગ્ગા વાગે કે ન વાગે પણ વિકાસના ચોક્કા, છગ્ગા જબરજસ્ત માર્યા છે, સેવા, દયાભાવ, લાગણી આ બધામાં પોતે આગળ, અને કોઈ હોદો કે પૈસા પાત્રનું અભિમાન નહીં. માણસા વાલે તુને કર દિયા કમાલ, ત્યારે બીજા એમએલએ અલ્પેશજી ઠાકોર પોતે બિનવિવાદી તરીકેની છાપ (દક્ષિણ) ડાકોરના ઠાકોર પોતે ત્રણ કાર્યલયો ખોલીને બેઠા છે, દરેક જગ્યાએ સમય ફાળવે અને વિકાસથી લઈને પ્રજાના પ્રશ્નોને વાંચા આપી અનેક પ્રશ્નોનું સોલ્યુશન ચોગ્ગા, છગ્ગા મારીને કર્યું છે. જો કામ ન થયું હોય અને તંત્ર હેરાન પરેશાન કરતું હોય તો બાઉન્ટ્રી બહાર બોલ કઈ રીતે મોકલવો તેના નિષ્ણાંત છે, ધોકેલું લઈને ચોકડી, છગ્ગો તો મારે પણ વિકાસના કામોમાં છગ્ગા ખૂબ જ માર્યા છે, બાકી વજનમાં હલકા કાગળજેવા અને પ્રજામાં ભારેખમ વ્યક્તિત્વ તરીકેની છાપ ધરાવે છે, ત્યારે ટીપી ભેગી થઈ છે, ટીપી એટલે ઠાકોર બંધુ પટેલ બંધુ બંનેના કામથી મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી ખુશ છે, બાકી એમએલએ ને પગાર ભથ્થું કશું જ ઘરે લઈ જતા નથી, કાર્યાલય બધા પૂરા થઈ જાય છે, ચા પાણી અને આવકારમાં જ પગાર પૂરો થઈ જાય, બાકી પબ્લિકનો જમાવડો અને પબ્લિકમાં બંને ટીપી વજનવાળી વ્યક્તિ કહી શકાય, બાકી ટીપી એટલે ટાઉન પ્લાનિંગ પણ અહીંયા શોર્ટકટમાં આ ટીપીની બોલબાલા છે,