અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે કુલ રૂપિયા રૂ.૧,૮૪,૬૭,૬૨૦ ની છેતરપીંડી કરનારા આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગને મદદ કરતા આરોપીને ભોપાલથી પકડ્યો

Spread the love

81ba3188-b968-4ef0-b81a-b804974b22eb

અમદાવાદ 

ફરીશ્રી સને-૨૦૨૫ ના સપ્ટેબર માસમાં થી ગઇ તા-૧૪/૧૦/૨૦૨૫ સુધી સોશ્યલ મિડીયા ફેસબુક પર એક અજાણ્યો ઇસમ ભાવેશભાઈ નામના આઈડીના પ્રોફાઈલમાં મલ્ટીપલ ક્લસ્ટર બિઝનેસ જેનો વોટ્સએપ નંબર +91 9163041950 પર મેસેજ કરી આ બિઝનેસ વિશે વાત કરતા સામેથી વોટ્સએપ કોલ કરી હિંદીમાં પોતાનુ નામ ભાવેશ બેગ્લોર જણાવેલ અને તેઓને આ બિઝનેસ વિશે કહેલ કે તેઓ મલ્ટીપલ ક્લસ્ટર બિઝનેસ કરેલ છે જેમાં બેંક ટુ બેંક ટ્રાંઝેક્શન જ કરવામાં આવે છે અને હાલ આ બિઝનેસમાં સારો એવો પ્રોફીટ છે.ત્યારબાદ તેઓએ એક sonnycoin.vip નામથી વેબ સાઇટ લિન્ક http://sonnycoin.vip/m/register?CodeNumber=23 4475 મોકલી આપેલ અને આ લિક તેઓએ ઓપન કરી તેમાં આધાર કાર્ડ, ઈમેઈલ આઈડી અને પાસવર્ડ નખાવેલ હતુ બાદ ફરીને એક વોટ્સએપ BIG DEAL 554 નામના ગ્રુપમાં એડ કરેલ હતા જેના એડમિન તરીકે મો.નં +91 91630 41950 હતો અને આ ગ્રુપમાં અન્ય એક વ્યક્તિ મો.નં. +91 84381 54072 હતો. આ વેબસાઈટમાં મલ્ટીપલ ક્લસ્ટર ટ્રેડીંગ કરવા વિશે સમજ કરી ફરીને ટ્રેડીંગ કરવા માટે જણાવેલ જેમાં સૌપ્રથમ ફરીને પ દિન નો કોન્ટ્રાકટની સ્કીમ કહેલ જેમાં તેઓને 2૦૦૦ થી 1૦,૦૦૦ USDT નુ રોકાણ કરવા કહેલ તથા ૭ દિનની કોન્ટ્રાક સ્કીમ માં 5000 થી 30,000 USDT નુ રોકાણ કરવા કહેલ હતુ. આ સ્કીમ મુજબ રોકાણ કરવા સારુ પહેલા રૂ.5,00,000/- ભરવા માટે કહેલ હતુ જેથી ફરીને પૈસા ભરવા સારુ આ વેબસાઈટમાં ઓનલાઈન સર્વિસ ના ઓપ્શનમાં જઈ પૈસા ભરવા મેસેજ કરતા સામેથી આ ભાવેશભાઇએ તથા તથા વેબસાઇડમાં દર્શાવેલ સર્વિસ સેન્ટર તથા તેઓની હાયર ઓર્થેરેટી નંબર- +44 7544460686 વાળાએ અલગ અલગ બેંકોના બેન્ક એકાઉન્ટો મોકલીને અલગ અલગ દિવસે ફરીને નફાની લાલચ આપીને ભરેલ નાણા તથા બાકીના નફાની રકમ આજ-દિન સુધી પરત નહી આપી તમામ આરોપીઓએ પોતાનો ઈરાદો પાર પાડવા એકબીજાની મદ્રકગારીશી ગુનાહિત દ્રાવતરૂ રચી મારી સાશે કલ્લે રૂ. 1 81 67 620- ભગતડાતી હતી. બાદ ફરીયાદીશ્રીનાઓ ધ્વારા સાયબર ક્રાઇમ ૧૯૩૦ ઉપર કમ્પ્લેઇન નોંધાવી ઉપરોક્ત બાબતનો ગુનો દાખલ કરવામા આવેલ છે.

બાદ મે.પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઇમ બ્રાન્ચની સુચનાથી તેમજ ઇ.ના પો.કમી/મ.પો.કમિ.શ્રી. સાયબર ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ અત્રેની સાયબર ક્રાઈમ અમદાવાદ શહેર પોલીસ ટીમ ધ્વારા સદર ગુનાની તપાસ દરમ્યાન ટેકનિકલ એનાલીસીસ કરતા આરોપીઓનું લોકેશન જુનાગઢ, રાજકોટ તેમજ ભોપાલ મધ્યપ્રદેશ મુકામે હોવાનું જણાઇ આવતાં ગુનામાં સંકળાયેલ આરોપીની ઝડપી પાડવામાં આવેલ.

આરોપીઓની વિગત:-

(૧) ભાવનાબેન કુંજેશભાઈ માણેક રહે બ્લોક નં.૫ ગાંધીગ્રામ સોસાયટી, મેદંરડા બાય પાસ રોડ ઈવનગર જુનાગઢ મુળવતન-ભવાની કૃપા સ્ટેશન ચોક મેઈન બજાર બિલખા જુનાગઢ

(૨) દિપકભાઈ જ્યંતિભાઈ ગંગદેવ રહે-કોઠારીયા સોલવનત સિતારામ પાર્ક લિબ્બાચિયા હોલની બાજુમા જલારામ પ્રોવિઝન સ્ટૉર રાજકોટ

(3) ધાર્મિક રમેશભાઈ લાડવા રહે-સતનામ શક્તિ કોલોની જુના પાંચપિપડા રોડ જેતપુર રાજકોટ

(૪) અંકિત સ/ઓ અશોકભાઈ પોંકિયા રહે- ૫૦૨, ગ્રીન પેલેસ, ગોકુલધામ, અમર નગર રોડ, જેતપુર રાજકોટ મુળ વતન – ગામ – મોટા ભાદરા, તા. જામ કંડોરણા, રાજકોટ ૩૬૦૪૦૫.

(૫) નિરજ સ/ઓ દિનેશભાઇ જાતે-યાદવ રહે.મ.નં-વોર્ડ નંબર-૧ રામનગર બાસોદા તા- બાસોદા જી-વિદીશા મધ્યપ્રદેશ હાલ રહે.મ.નં-ટી/૦૪ ગોયલ એપાર્ટમેન્ટ ઇદગાહ હિલ્સ ભોપાલ મધ્યપ્રદેશ અભ્યાસ:- ઇલેકટ્રિક એંજીનીયરીંગ

ગુનાની મોડસ ઓપરેન્ડી :-

આ ગુનાની તપાસ દરમ્યાન બેંક ઓફ બરોડાના એકાઉન્ટ નંબર- પર૦૯૦૨૦૦૦૦૦૧૯૩ ના ખાતા ધારક ભાવનાબેન માણેક જલારામ ટ્રેડર્સ નામથી એકાઉન્ટ ખોલાવી સહ આરોપીઓ દિપક,ધાર્મિક,અંકિત સાથે મળી મુખ્ય આરોપી નિરજ યાદવને આપેલ. જેમાં નિરજ યાવે Telegram SMS.apk મારફતે ઓનલાઇન નેટ બેકીંગના એક્સેસ મેળવી ટેલીગ્રામ એપ્લિકેશનના ગૃપમાં મોકલી આપેલ. જેમાં ફરીયાદીના કુલ્લે રૂ.૪૨,૫૦,૪૨૦/- મેળવી લીધેલ તેમજ આ એકાઉન્ટમાં કુલ રૂ.૩,૧૭,૯૫,૮૧૪/- નુ ટ્રાન્જેકશન થયેલ છે આ ટેલીગ્રામ ગૃપનુ ટેકનીકલ એનાલીસિસ કરતા આ ગૃપ મલેશિયા, તાઇવાન તથા દુબઇ ખાતેથી ચાઇનિઝ દ્રારા ઓપરેટ થતા હોવાનુ પુરાવા મળેલ છે તથા Telegram SMS.apk એપ્લિકેશનનુ ટેકનિકલ એનાલીસિસ કરતા ટેલીગ્રામ યુઝર-@tangbao તથા @jixunmoe નામના ચાઇનીઝ સ્કેમર્સ દ્રારા એપ્લિકેશન બનાવેલ છે.

આરોપીએ મેળવેલ કમિશન

આ તમામ આરોપીઓએ કુલ ટ્રાન્જેકશનના ૫% લેખે ક્રિપ્ટો કરન્સી USDT મારફતે કુલ રૂ.૧૫,૦૦,૦૦૦/- જેટલુ કમિશન મેળવેલ છે.

ભાવના માણેક એ રૂ.૧,૫૦,૦૦૦ /- કમિશન મેળવેલ

દિપક ગંગદેવ એ રૂ.૨,૦૦,૦૦૦ /- કમિશન મેળવેલ

ધાર્મિક લાડવા એ રૂ.૧,૫૦,૦૦૦/- કમિશન મેળવેલ

અંકિત પોકિયા એ રૂ.૩,૦૦,૦૦૦/- કમિશન મેળવેલ

નિરજ યાદવ એ રૂ.૯,૫૦,૦૦૦ /- કમિશન મેળવેલ

મુખ્ય આરોપી નીરજ યાવે આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મળી ભારતના નાગરીકો સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સ્કેમ કરી છેલ્લા દોઢેક વર્ષમાં આશરે રૂ.૬૮,૦૦,૦૦૦/- જેટલુ કમિશન મેળવેલ છે.

ચાઇનીઝ ગેંગ સાથે સંપર્ક કેવી રીતે થયો:-

મુખ્ય આરોપી નીરજ યાદવે દોઢેક વર્ષ પહેલા પોતાનુ બેંક એકાઉંટ ગેમીંગ એપ્લિકેશનમાં ટેલીગ્રામ યુઝર Dbuddy ને આપેલ જેમા તેને સારૂ એવુ કમીશન મળતા વધારે નફાની લાલચમાં Dbuddy મારફતે ચાઇનીઝ ગૃપના સંપર્કમાં આવેલ.

મુખ્ય આરોપી નિરજ યાદવની ભુમિકા:-

આરોપી નિરજ યાદવ ચાઇનિઝ ગેંગ માટે ભારતમાં ગેટ કિપર તરીકે કામ કરતો હતો જેમાં તે બેંક ખાતા ધારકને સ્કેમફ્રોડના ટ્રાન્જેકશનના સમયે ખાતુ જ્યાં સુધી ફ્રિઝ ન થાય ત્યાં સુધી ખાતા ધારકને મોબાઇલ સાથે પુના, ભોપાલ, ઇંદોર વિગેરે શહેરોની હોટેલમાં પોતાની સાથે રાખતો હતો જેથી ટ્રાન્જેકશન સરળતાથી થઇ શકે.

આ આરોપીએ આ રીતે અત્યાર સુધીમાં કુલ-૧૪ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તથા ગેમિંગ માટે વપરાતા બેંક એકાઉન્ટો ટેલીગ્રામમાં ચાલતા અલગ અલગ ચાઇનિઝ ગૃપોને આપેલ છે જે તેમામ બેંક એકાઉન્ટની વિગતોને સાયબર પોલીસ પોર્ટલ પર ચેક કરતા કુલ-૩૬૪ સાયબર કમ્પ્લેઇન નોધાયેલ છે જેની વિગતો નીચે મુજબની છે.

Screenshot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *