


આહાન પોદ્દાર – સ્ટેલર 123 રન,રુદ્ર એ. પટેલ – મહત્વપૂર્ણ 76 રન અને શેન પટેલ પ્રભાવશાળી 3 વિકેટ ઝડપી
અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ના સેક્રેટરી અનિલ પટેલે ગુજરાતની ટીમ ની જીત થતા જણાવ્યું હતું કે GCA મેન્સ U23 ગુજરાત ટીમને જમ્મુ કાશ્મીરની ટીમ સામે જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.BCCI U23 મેન્સ સ્ટેટ A ટુર્નામેન્ટમાં J&K CA પર 52 રનથી શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો.સ્ટાર પર્ફોર્મર્સ તરીકે આહાન પોદ્દાર – સ્ટેલર 123 રન,રુદ્ર એ. પટેલ – મહત્વપૂર્ણ 76 રન અને શેન પટેલ પ્રભાવશાળી 3 વિકેટ ઝડપી હતી .બીસીસીઆઈ દ્વારા આયોજીત અંડર-23 પુરુષ સ્ટેટ એ ટ્રોફી એલિટ સ્પર્ધામાં ગુજરાતની ટીમે જમ્મુ-કાશ્મીરને 52 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે કેપ્ટન અહાન પોદારના 123 રન અને રુદ્ર એ. પટેલના મહત્ત્વપૂર્ણ 76 રનની મદદથી 46.4 ઓવરમાં 254 રનનો સ્કોર કર્યો. જેની સામે જમ્મુ-કાશ્મીરની ટીમ 43.5 ઓવરમાં 202 રનમાં ઓલઆઉટ થઈ હતી. બાસિત નઝીરે 71 રન કર્યા હતા. શેન પટેલ એ 3 તથા ભવ્યા ચૌહાણ અને કુશન પટેલે 2-2 વિકેટ લીધી હતી.