સુસાઇડ બોમ્બિંગ શહીદ થવાનું મિશન : આતંકી ડો.ઉમર

Spread the love

 

10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી ડૉ. ઉમરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીએ વિસ્ફોટ પહેલાં આ વીડિયો શૂટ કર્યો હતો. એમાં તે આત્મઘાતી હુમલાની ચર્ચા કરે છે. આ વાતની પુષ્ટિ કરે છે કે તે અગાઉથી હુમલાનું આયોજન કરી રહ્યો હતો.
આતંકવાદી ડૉ. ઉમરનો VIDEO આવ્યો જેમાં ઉમર અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે. જેમાં તેણે કહ્યું- એક વાત જે સમજાતી નથી કે શહીદ થવા માટે ઓપરેશન (મોર્ટરડમ ઓપરેશન) છે, સુસાઇડ હુમલો નથી. એને લઈને અનેક વિરોધાભાસ છે, જોકે મોર્ટરડમ ઓપરેશન માટે માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ નિશ્ચિત રૂપથી કોઈ જગ્યા પર નિશ્ચિત સમય પર જીવ ગુમાવે છે.
આ દરમિયાન હુમલાની તપાસમાં એક મહત્ત્વપૂર્ણ ઘટસ્ફોટ થયો છે. NIAએ ખુલાસો કર્યો છે કે વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યૂલ શરૂઆતમાં ડ્રોન અને રોકેટનો ઉપયોગ કરીને હમાસ શૈલીનો હુમલો કરવાનો ઇરાદો ધરાવતો હતો. આ આયોજન 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા પર આધારિત હતું.
NIAને આ માહિતી આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર-ઉન-નબીના અન્ય એક સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ બાદ મળી હતી. દાનિશ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે. NIAએ ચાર દિવસ પહેલાં શ્રીનગરથી તેની અટકાયત કરી હતી અને સોમવારે ઔપચારિક રીતે તેની ધરપકડ કરી હતી.
NIA અનુસાર, દાનિશને નાના ડ્રોન હથિયારોનાં ઉત્પાદન અને સંશોધિત કરવાનો ટેક્નિકલ અનુભવ છે. તેણે ડૉ. ઉમરને ટેક્નિકલ સહાય પૂરી પાડી હતી અને આતંકવાદી હુમલાઓ કરવા માટે ડ્રોન અને રોકેટ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે દાનિશ ભીડવાળા વિસ્તારોમાં ડ્રોનથી બોમ્બ ફેંકવાની યોજના પર કામ કરી રહ્યો હતો, જેથી મહત્તમ જાનહાનિ થાય.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મોટી બેટરી અને કેમેરાથી સજ્જ હેવી-ડ્યૂટી ડ્રોન વિકસાવી રહ્યો હતો, જે ભારે વિસ્ફોટકો ઉપાડવામાં સક્ષમ હતા. NIA આ મોડ્યૂલના બાકીના સભ્યો અને તેના ટેક્નિકલ સપોર્ટ નેટવર્કને ઓળખવા માટે કામ કરી રહી છે. 10 નવેમ્બરના રોજ હ્યુન્ડાઇ i20 કારમાં થયેલા બોમ્બવિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *