
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આજે 18 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનાનો ભાવ ₹1,558 ઘટીને ₹1,21,366 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉ, સોનાનો ભાવ ₹1,22,924 પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹123710 છે. આ દરમિયાન ત્રણ ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ ₹5,188 ઘટ્યો હતો. ગુરુવાર, 13 નવેમ્બરના રોજ, સોનું ₹126,554 પર હતું. શુક્રવાર અને સોમવારે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે શનિવાર અને રવિવારે બજાર બંધ હતું. ચાંદીના ભાવ ₹3,083 ઘટીને ₹1,51,850 પ્રતિ કિલોગ્રામ થયા. અગાઉ, તેનો ભાવ ₹1,54,933 પ્રતિ કિલોગ્રામ હતો. ત્રણ ટ્રેડિંગ દિવસોમાં, ભાવ ₹10,880 ઘટ્યો છે. ગયા ગુરુવારે, તે ₹1,62,730 પર હતી.
IBJA સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિનનો સમાવેશ થતો નથી, તેથી શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે. આ ભાવ નો ઉપયોગ RBI દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ માટે દર નક્કી કરવા માટે કરવામાં આવે છે. ઘણી બેંકો ગોલ્ડ લોન દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે. જોકે, લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે, જે સોનાને સપોર્ટ પૂરો પાડશે. પરિણામે, આગામી દિવસોમાં તેની કિંમત ફરી એકવાર ₹1.25 લાખ સુધી પહોંચી શકે છે.