ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, માર્ચ 2026 પહેલાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે, માર્ચ 2026 પહેલા રાજ્યના તમામ ખેડૂતોએ દિવસે 100 ટકા વીજળી મેળવવાની સુવિધા મળશે. હાલની સ્થિતિમાં, ખેડૂતોને દિવસે 98 ટકા વીજળી મળી રહી છે. આ નવા પગલાંથી ખેડૂતોને ખેતી કાર્યમાં વધુ સહાય મળશે અને પંપ, સિયાઈ અને અન્ય કૃષિ ઉપકરણો યોગ્ય રીતે કામ કરી શકશે. પૂરેપૂરા દિવસની વીજળીની સુવિધાથી ખેતી કાર્યમાં અસરકારક વધારો થશે અને ખેડૂતોને ફાયદો થશે