કૃષિમંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત, મગફળી વેચાણ માટે 15 દિવસની નવી મર્યાદા

Spread the love

 

રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને રાહત આપતી મહત્વની જાહેરાત કરી છે. ટેકાના ભાવે મગફળી ખરીદી સંબંધિત નિયમોમાં સરકારે સુધારો કર્યો છે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે. મેસેજ મળ્યાના 15 દિવસ સુધી મગફળી વેચી શકાશે. નવી વ્યવસ્થા મુજબ હવે ખરીદી કેન્દ્ર તરફથી મેસેજ મળ્યા બાદ ખેડૂતોને હવે 15 દિવસ સુધી મગફળી વેચવા માટે સમય આપવામાં આવશે.  અગાઉ આ સમય મર્યાદા માત્ર 7 દિવસની હતી. આ નિર્ણયથી હવે ખેડૂતોને પરિવહન વ્યવસ્થા માટે પૂરતો સમય મળશે. અચાનક પડતી મુશ્કેલીઓમાં પણ વેચાણ સમય ચૂકી જવાનો જોખમ ઘટશે. ખરીદી કેન્દ્રો પર ભીડનું દબાણ પણ ઓછું રહેશે. કૃષિમંત્રીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોને વધુ સુગમ અને સરળ ખરીદી પ્રક્રિયા મળે તે માટે સતત પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *