મહિલાઓની સલામતી-સુરક્ષાને લઈ ક્રાઈમ બ્રાન્ચની 30 દિવસની રાત્રિના ખાસ ડ્રાઈવ

Spread the love

 

મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને મોડી રાત્રિના મહિલાઓને સુરક્ષિત હોવાની અનુભુતી કરાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મહિલા સેલ દ્વારા શહેરના મહત્ત્વના વિસ્તારોમાં ખાસ 30 દિવસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મહિલાઓની અવરજવર વધુ હોય તેવા વિસ્તારમાં પોલીસ રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરશે અને મહિલાઓની સલામતી માટે ખાસ પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો અને રોમિયો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું, ત્યારે જ શહેરમાં રાત્રિના સમયે પણ મહિલાઓ સલામત છે અને તેમની સાથે કોઈ જ ગેરવર્તન થવાની સંભાવના નથી. જે વાતથી શહેરીજનો અને મહિલાઓને માહિતગાર કરવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા સેલ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ડ્રાઈવમાં પોલીસ રાત્રે મહિલા મુસાફરો, મહિલા મુલાકાતીઓ અને નાગરિકોમાં વિશ્વાસ સંપાદન થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.
આ ઉપરાંત રાત્રિના સમયે શહેરમાં જે વિસ્તારોમાં મહિલાઓની અવરજવર વધારે થતી હોય ત્યાં પણ પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. જેને પગલે ગુનેગારો પર પોલીસની ધાક રહે અને મહિલાઓ સલામત રહે. એસ.જી હાઈવે અને આસપાસના વિસ્તાર, એસ.પી. રિંગ રોડ, સાબરમતી રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ખાસ ફોકસ કરવામાં આવશે. મહિલાઓ માટે સતત કાર્યરત રહેતી અમદાવાદ પોલીસની શી ટીમ રાઉન્ડ ધી ક્લોક કાર્યરત રહેતી હોય છે અને કોઈપણ મહિલાને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો શી ટીમ તાત્કાલીક જ દોડી જતી હોય છે. 30 દિવસની ડ્રાઈવ દરમિયાન સર્વેલન્સ, પેટ્રોલિંગ અને તરત પ્રતિસાદ માટે ક્રાઈમ બ્રાન્ચની વધારાની ટીમો કાર્યરત રહેશે. પોલીસની ખાસ ડ્રાઈવ દરમિયાન નીચેના કાયદા મુજબ અસામાજિક તત્વો સામે પગલાં લેવાશે. ગુજરાત પોલીસ એક્ટ (જાહેર ઉપદ્રવ, ઇવ-ટીજિંગ, ગેરશિસ્ત ભર્યું વર્તન), જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (કિશોર-સગીરો સાથે સંકળાયેલા હોય તેવા કિસ્સાઓ), ભારતીય ન્યા સંહિતા (BNS) અને અન્ય લાગુ પડતા કાયદાકીય પ્રાવધાનો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *