વોકલ ફોર લોકલ નું એન્જિન ગ્રોથ દોડશે, ભારત વિશ્વના ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Spread the love

 

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ”નું લોકાર્પણ અને ભાવનગર જિલ્લા અને મહાનગરનો કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો
વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં 2027 પહેલા ભારત વિશ્વના ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી અમિતભાઈ શાહ
ભારતની સુરક્ષા, સાંસ્કૃતિક વારસાને સાચવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં થઈ રહ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
દેશભરમાંથી એક એક ઘુસપેઠીયાઓને બહાર ધકેલવા માટે ભાજપા સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ

ભાજપા એક રાજકીય પક્ષથી વધારે રાષ્ટ્રવાદ પર આઘારિત એક વૈચારિક આંદોલન હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
ભાજપા એકમાત્ર કાર્યકર્તા આધારિત પાર્ટી અને કાર્યાલય એ અનેક ગતિવિધિઓનું ઊર્જાવાન કેન્દ્રસ્થાન – શ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કાર્યાલય “ભાવ કમલમ”નું લોકાર્પણ અને ભાવનગર જિલ્લા અને મહાનગરનો કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો.

શ્રી અમિતભાઈ શાહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ને મળેલ પ્રચંડ જીતના અભિનંદન પાઠવી ભાવનગરની પાવન ધરા પરથી મહારાજ કૃષ્ણકુમારજીને વંદન સહ સંબોધન કરતા કહ્યું કે, કશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુઘી અખંડ ભારતની રચના કરી જેની શરૂઆત મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી અને લોહપુરુષ સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યુ. આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવાઇ રહી છે. ભાવનગરનો અદૂભૂત વિકાસ, વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું કામ થઇ રહ્યુ છે તે બદલ શ્રી શાહે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને હ્રદય પુર્વક અભિનંદન પાઠવ્યા હતા. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વાસ્તુપુજનનો કાર્યક્રમ એ ભાજપના કાર્યકર્તાઓ માટે પોતાના નવા ઘરનુ વાસ્તુ હોય તેવો પ્રસંગ છે. બાકી પાર્ટીઓની જાણ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનુ બીજુ ઘર એટલે ભાજપ કાર્યાલય. આધુનિક સુવિઘા યુક્ત કાર્યાલય, પાર્કિગ, સાહિત્ય કક્ષ, નમો સેવા કક્ષ, ભોજન કક્ષ, પ્રમુખની અધ્યતન ઓફિસ, મહાસચિવોની ઓફિસ, વેઇટિંગ અને વિડિયો કોન્ફરન્સ રૂમ સહિતનું આધુનિક કાર્યાલય બનાવવા માટે શ્રી શાહે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી વિચારઘારાના આઘાર પર અને સંગઠનની તાકાત પર રાજનીતીમાં કામ કરવાનો નવો ચીલો દિન દયાળજીના નેતૃત્વમાં જન સંઘે પાડયો. અન્ય બઘી જ પાર્ટીઓ નેતા આઘારીત બની પરંતુ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત છે અને તે સંસ્કાર આજ સુઘી જાળવી રાખ્યા છે. શ્રી શાહે કાર્યાલયની વિવિધ કામગીરીથી સૌને માહિતગાર કરી કહ્યું કે, 2015માં સમગ્ર દેશની અંદર 787 માંથી 697 જિલ્લાના કાર્યાલયનું કામ પુર્ણ થયુ છે અને ગુજરાતમાં પણ 42 જિલ્લા કાર્યાલય બનાવવાના છે તેમાંથી 25 પહેલાથી બનેલા હતા, 8 બની ગયા છે અને 5નું કામ હજુ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની નીતી અને ચૂંટણીની રણનીતી ઘડવાની જગ્યા એટલે ભાજપ કાર્યાલય. પંચાયતથી પાર્લામેન્ટ સુઘી અનેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી અને સેવાયજ્ઞ ચાલુ કર્યો. મહાનગરમાં સૌથી વધુ મેયર કોઇ પાર્ટીના હોય તો તે ભારતીય જનતા પાર્ટીના છે અને મુળમાં તેનું કાર્યાલય છે. આજે બિહારમાં 192 બેઠકો સાથે NDA એ સતત પાંચમી વખત સરકાર બનાવી છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં બિહાર સરકારનો શપથ કાર્યક્રમ પણ આજે સંપન્ન થયો છે. બિહારની ચૂંટણી એ મુદ્દાઓ પર લડાઇ હતી, એક બાજુ જંગલ રાજ ફેલાવવા વાળા ઘમંડી ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળુ એનડીએ. એક બાજુ ઘુસપેઠીઓને બચાવવા માટે ઘુસપેઠીયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ દેશભરમાંથી એક એક ઘુસપેઠીયાઓને બહાર ધકેલવા માટે સંકલ્પબદ્ધ ભારતીય જનતા પાર્ટી. બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને 2024 પછી અનેક રેકોર્ડ તોડયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને બિહારની જનતાએ 2010 પછી ફરી એક વખત NDA સરકાર બનાવી, ઓડીસા અને આંધ્રપ્રદેશમાં પહેલી વખત, હરિયાણા-મહારાષ્ટ્ર અને અરુણાચલમાં ભાજપની હેટ્રીક, સિક્કીમમાં પણ NDA ની સરકાર બની અને દિલ્હીમાં 27 વર્ષ પછી ઝાડુથી આમ આદમી પાર્ટીની સફાઇ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યુ. હરહંમેશ દેશની જનતાના આશિર્વાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા ગરિબ કલ્યાણ અને દેશને સુરક્ષીત રાખવાના અભિયાનને મળતા રહેશે. 60 કરોડ ગરિબોને ઘર, શૌચાલય, વિજળી, આયુષ્યમાન ભારત થકી પાંચ લાખ સુઘીની મફત સારવાર અને અનેક વ્યવસ્થા દસ વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ પુર્ણ કરી અને દેશમાંથી 27 કરોડ ગરિબોને ગરીબી રેખાથી બહાર લાવ્યા તેના કારણે ભાજપે વિજયની પરંપરા બનાવી છે.

શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારે વિદેશમાં બનેલી પોલીસીને કટ પેસ્ટ કરી અંહી અમલ કરવાનું કામ કર્યુ. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચિંતન કર્યું અને આપણી સમસ્યાઓના નિરાકરણ માટે નિતિઓ બનાવી તેના પરિણામે ભારતનું અર્થતંત્ર દસ વર્ષમાં 11માં નંબરેથી વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં 2027 પહેલા ભારત વિશ્વના ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીજીએ 2047મા વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ સમગ્ર દેશની જનતાને આપ્યો છે અને વિશ્વમાં ભારત આજે આગળ વધી રહ્યુ છે. ભારતની સુરક્ષા, સાંસ્કૃતિક વારસાને સાચવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં થઇ રહ્યુ છે. વંદે માતરમ રાષ્ટ્રગાને 150માં વર્ષે યુવાનો અને આવનાર ત્રણ પેઢી સુધી વંદે માતરનો ઇતિહાસ, મહિમા અને ભાવ પહોંચાડવાનું કાર્ય કર્યુ છે. ભાજપે દરેક પરાજયમાં સંઘર્ષનો સંકલ્પ લીઘો અને સંઘર્ષથી સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ લીધો સાથે સાથે સંગઠનને સિંદ્ધાતના આઘારે ચાલવાની શિખ આપી. ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષથી વધારે રાષ્ટ્રવાદ પર આઘારિત એક વૈચારિક આંદોલન છે જેના કારણે દેશની જનતાની સ્વીકૃતિ વારંવાર મળે છે. શ્રી શાહે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના નેતાઓને ટકોરી કહ્યું કે, પ્રજાનો સીધો સંપર્ક કરશો તો તમારી ક્ષતિઓની સમજ જણાશે નહીં તો સ્થાનિક સ્વરજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઇ જશે.

અંતે શ્રી શાહે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ નેતૃત્વ, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ, પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇનું નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇના સહયોગથી ગુજરાતનું ભવિષ્ય ઉજવળ બનશે 1990થી ગુજરાત પ્રદેશ ભાજપે પરાજય નથી જોયો. ભાવનગરના કાર્યાલયનું ઉદ્ધાટન થયુ છે અને આ ભાજપ કાર્યાલય ભાવનગર જિલ્લાનું પથદર્શક બનશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *