દેશમાં સૌથી લાંબો 25 વર્ષનો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી કોણ? ટોપ 10 CMની યાદીમાં નીતિશકુમાર 8માં નંબરે

Spread the love

 

બિહાર ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ફરીથી એકવાર પ્રદેશમાં એનડીએની સરકાર બની રહી છે. નીતિશકુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે. નીતિશકુમારની સરકારમાં ભાજપના કોટામાંથી બે ડેપ્યુટી સીએમ હશે. સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા ફરીથી નીતિશ સરકારમાં ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. નીતિશ કેબિનેટમાં કઈ પાર્ટીના કયા કયા નેતાઓ મંત્રી પદના શપથ લેશે એના ઉપર પણ મહોર લાગી ચૂકી છે.

સંભવિત યાદી પણ સામે આવી છે. આ બધા વચ્ચે એ જાણવું પણ જરૂરી છે. નીતિશકુમાર છેલ્લા 20 વર્ષથી બિહારના સીએમ પદે બિરાજમાન છે. આ સાથે તેઓ બિહારના તો સૌથી લાંબા કાર્યકાળવાળા મુખ્યમંત્રી પહેલેથી જ બની ગયા છે પરંતુ તેઓ દેશમાં પણ સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાની યાદીમાં જો કે હજુ ઘણા પાછળ છે. પરંતુ જો પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી બની રહે તો આ રેકોર્ડ પણ જરૂર તોડી શકે તેમ છે.

નીતિશકુમાર ગુરુવારે ગાંધી મેદાનમાં સીએમ પદના શપથ લેશે. નીતિશકુમારની સાથે બે ડેપ્યુટી સીએમ સહિત કેટલાક મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. ભાજપે બિહાર ચૂંટણીમાં 89 સીટો અને જેડીયુએ 85 સીટ જીતી હતી. આરજેડીને માત્ર 25 સીટ મળી હતી. કોંગ્રેસને 6 અને એઆઈએમઆઈએમને પાંચ સીટ મળી હતી.

નીતિશકુમારનો મુખ્યમંત્રી તરીકેનો લાંબો કાર્યકાળ જોવા મળી રહ્યો છે ત્યારે એ જાણવું પણ જરૂરી છે. દેશના સૌથી લાંબા કાર્યકાળવાળા મુખ્યમંત્રીઓ કયા છે.

દેશના સૌથી લાંબા કાર્યકાળવાળા મુખ્યમંત્રી…

1. પવનકુમાર ચામલિંગ (સિક્કિમ) 12 ડિસેમ્બર 1994 થી 26 મે 2019- 24 વર્ષ 165 દિવસ

2. નવીન પટનાયક (ઓડિશા) 5 માર્ચ 2000 થી 12 જૂન 2024- 24 વર્ષ 99 દિવસ

3. જ્યોતિ બસુ (બંગાળ)- 21 જૂન 1977 થી 5 નવેમ્બર 2000- 22 વર્ષ 250 દિવસ

4. ગેંગોંગ અપાંગ (અરુણાચલ પ્રદેશ)- 18 જાન્યુઆરી 1980થી 1999- 22 વર્ષ 250 દિવસ

5. લાલ થનહાવલા (મિઝોરમ)- 1984 થી 1998 વચ્ચે અનેકવાર – 22 વર્ષ 60 દિવસ

6. વીરભદ્ર સિંહ (હિમાચલ પ્રદેશ)- 1983 થી 2017 વચ્ચે – 21 વર્ષ 13 દિવસ

7. માણિક સરકાર (ત્રિપુરા) – માર્ચ 1998 થી 2018- 19 વર્ષ 363 દિવસ

8. નીતિશકુમાર (બિહાર)- માર્ચ 2000 થી અત્યાર સુધી- 19 વર્ષ 93 દિવસ

9. એમ. કરુણાનીધિ (તમિલનાડુ)- જાન્યુઆરી 1989 થી મે 2011- 18 વર્ષ 362 દિવસ

10. પ્રકાશસિંહ બાદલ (પંજાબ)- 18 વર્ષ 250 દિવસ

બિહારમાં સૌથી લાંબા કાર્યકાળવાળા મુખ્યમંત્રી

નીતિશકુમાર- 6485 દિવસ

શ્રી કૃષ્ણસિંહ- 3199 દિવસ

રાબડી દેવી- 2746 દિવસ

લાલુ યાદવ- 2693 દિવસ

જગન્નાથ મિશ્રા- 2006 દિવસ

કેબી સહાય- 1250 દિવસ

બિન્દેશ્વરી દુબે- 1068 દિવસ

બિનોદાનંદ ઝા- 956 દિવસ

કર્પૂરી ઠાકુર- 828 દિવસ

(10 નવેમ્બર 2025 સુધીના આંકડા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *