ડિજિટલ વિશ્વમાં ખળભળાટ મચાવી દેવા એક રીપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વભરમાં આશરે 1.3 અબજ પાસવર્ડ અને 2 અબજ ઇ-મેઇલ એડ્રેસ લીક થયા છે. હેકર્સ લોગિન વિગતો અને પાસવર્ડ ચોરીની કરીને તેનો દુરુપયોગ કરી રહ્યાં હોવાનું મોટું જોખમ ઊભું થયું છે. થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની સિન્થિએન્ટે ઘણી વેબસાઇટ્સ અને ડાર્ક-વેબ ફોરમ સ્કેન કરીને આ ડેટા એકત્રિત કર્યો છે.
આ માહિતી ભૂતકાળના સેંકડો લીકેજ, માલવેર સ્ટીલર-લોગ્સ અને ક્રેડિન્શિયલ સ્ટફિંગ યાદીમાંથી એકત્ર કરાઈ છે.
થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની સિન્થિએન્ટે લીક થયેલા ઇ-મેઇલ એડ્રેસ અને પાસવર્ડ શોધવા માટે ઓપન અને ડાર્ક વેબ બંને પર વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. આ કંપની તાજેતરમાં 18.3 કરોડ લીક થયેલા ઇ-મેઇલ એકાઉન્ટ્સની શોધખોળ કરી ચુકી છે.
આ વખતે સિન્થિએન્ટે 2 અબજ ઇ-મેઇલ સરનામાં અને 1.3 અબજ પાસવર્ડ્સને એક વિશાળ ડેટાસેટમાં સંકલિત કર્યા છે. સાયબર સિક્યોરિટી એક્સપોર્ટ ટ્રોય હન્ટની Have I Been Pwned (HIBP) ની મદદથી યુઝર્સ તપાસ કરી શકે છે કે તેમની વ્યક્તિગત માહિતી ઓનલાઈન લીક થઈ છે કે નહીં. આ વેબસાઇટ એક પાઉન્ડ પાસવર્ડ સર્વિસિસ ચલાવે છે. તેમાં લીક થયેલા પાસપોર્ટની માહિતી હોય છે. ે આ સર્વિસ ક્યારેય પાસવર્ડ્સને તેમના સંબંધિત ઇ-મેઇલ સરનામાંઓ સાથે સંગ્રહિત કરતી નથી અથવા લિંક કરતી નથી, જેનાથી યુઝર્સની ગોપનીયતાનું રક્ષણ થાય છે અને ડેટાબેઝના સંભવિત દુરુપયોગને અટકાવી શકાય છે.
જો તમારો પાસવર્ડ પાઉન્ડ પાસવર્ડમાં દેખાય છે, તો તેને તાત્કાલિક બદલી નાંખો, કારણ કે તે સાયબર ગુનેગારોના હાથમાં આવી ગયો હોય તેવું જોખમ છે. તમે Bitwarden, LastPass અથવા ProtonPass જેવા પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને નવો, સુરક્ષિત પાસવર્ડ જનરેટ કરી શકો છો. જે મફત પાસવર્ડ જનરેટ સર્વિસ ઓફર કરે છે.HIBPએ એક એવી ઓનલાઇન સર્વિસ છે, જે લોકોને ડેટા લીકના કિસ્સામાં નોટિફાઈ કરે છે. HIBPના CEO ટ્રોય હંટે સ્વીકાર્યું હતું કે તેમનો પાસવર્ડ પણ લીક થયેલા પાસપાર્ટની યાદીમાં છે. આ ડેટાસેટ અગાઉના સૌથી મોટા ડેટલીક કરતા લગભગ ત્રણ ગણા વધુ છે.વિશ્વભરમાં 5.5 અબજથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ત્યારે આ માહિતી બહાર આવી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે સાવચેતી તરીકે દરેક વ્યક્તિએ પોતાના પાસવર્ડ બદલવા જોઈએ.
તમારા પાસવર્ડ કેવી રીતે ચકાસશો
Have I Been Pwned (HIBP) તેની પાસવર્ડ સર્વિસમાં લીક થયેલા પાસવર્ડનો ઉમેરો કરે છે. યુઝર્સ આ વેબસાઇટના સર્ચ પેજ પર જઇને જોઇ શકે છે કે તેમના કોઈપણ સક્રિય પાસવર્ડ લીકમાં દેખાય છે કે નહીં. જો કોઈ સમાન પાસવર્ડ દેખાય, તો તે પાસવર્ડ તાત્કાલિક બદલવો જોઈએ. આ સર્વિસમાં કોઈપણ વ્યક્તિ તેમના પાસવર્ડ્સને જાહેર કર્યા વગર તેની ચકાસણી કરે છે.
તમારા એકાઉન્ટ્સનું રક્ષણ કેવી રીતે કરવું
સિક્યોરિટી નિષ્ણાતો એક જ પાસવર્ડનો ફરીથી ઉપયોગ ટાળવાની સલાહ આપે છે. તેઓ એકાઉન્ટ માટે મજબૂત અને યુનિક પાસવર્ડ બનાવવાની અને વધારાની સુરક્ષા માટે ટુ ફેક્ટર ઓથોન્ટિફિકેશન રાખવાની સલાહ આપે છે. યુઝર્સે શંકાસ્પદ લિંક્સ કે ડાઉનલોડ્સ ટાળવા જોઈએ.