અમદાવાદ
સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન દ્વારા આયોજીત રમત-ગમત મહોત્સવનું આયોજન હીરામણિ શાળા સંકુલનાં રમત-ગમતના વિશાળ મેદાનમાં થયું હતું. આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શ્રીમતી મીરાબેન પટેલ (મેયર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન), શ્રી પ્રેરકભાઇ શાહ (શહેર ભાજપ પ્રમુખ,કર્ણાવતી મહાનગર), શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (ધારાસભ્ય-નારણપુરા), દેવાંગભાઈ દાણી (સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, અમદાવાદ શહેર), શ્રી જનકભાઈ ખાંડવાલા (વાઈસ ચેરમેન, સિલ્વર ઓક યુનિવર્સિટી), શ્રીમતી નીતાબેન અમીન (ઉપપ્રમુખ, જનસહાયક ટ્રસ્ટ), ડૉ.વરુણભાઈ અમીન (મેનેજિંગ ટ્રસ્ટી, જનસહાયક ટ્રસ્ટ), શ્રી આર.સી.પટેલ (સેક્રેટરી,જનસહાયક ટ્રસ્ટ), શ્રી પંકજભાઈ દેસાઈ (જોઈન્ટ સેક્રેટરી, જનસહાયક ટ્રસ્ટ), શ્રીમતી વિજુલબેન અમીન (ટ્રેઝરર, જનસહાયક ટ્રસ્ટ), શ્રી ઘનશ્યામભાઈ અમીન (ચેરમેન, ગુજરાત રાજ્ય સહકારી સંઘ), શ્રી ભગવત અમીન (સી.ઈ.ઓ, હીરામણિ સંકુલ), વિવિધ રમતોના કોચ, રેફરી અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ખેલ મહોત્સવમાં વિધાર્થીઓએ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ ખેલ મહોત્સવ-2025માં તા.21-11-25 ના 56 ટીમના 686 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, તા.22-11-25 ના રોજ રસ્સાખેંચ, યોગાસન, લીંબુ ચમચી, સંગીત-ખુરશી અને તા.23-11-25 ના રોજ બાસ્કેટબોલ અને સ્કેટીંગની રમતોનું આયોજન કરવામાં આવેલ છે.
તા.21-11-2025, ગુરુવારના રોજ રમાયેલ સ્પર્ધાઓમાં વિવિધ સ્કૂલોના જેમ કે ખો-ખોની 17 ટીમના 218 ખેલાડીઓ, કબડ્ડીમાં 18 ટીમના 230 ખેલાડીઓ અને વોલીબોલમાં 21 ટીમના 238 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તેમામ ખેલાડીઓને પાર્ટીસિપેટ સર્ટીફિકેટ એનાયતક કરવામાં આવશે.
આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સાંસદ અને જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું કે 2013- 14માં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓનાં વિધાર્થીઓ રમતો રમે તે માટે ખેલે ગુજરાત કાર્યનો આરંભ કર્યો હતો. નવી પેઢીમાં સ્પોર્ટસમેનશીપ અને ખેલદીલીની ભાવના જન્મે તે દ્રષ્ટીને ધ્યાનમાં રાખીને તમામ રાજ્ય સહકારના સભ્યોને સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવા અનુરોધ કર્યો, જમાં સાંધ્યજીવન કુટિરના વડીલોએ પણ સંગીત-ખુરશીમાં ભાગ લીધો છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓએ ખેલ મહોત્સવમાં ભાગ લઇ દેશનું ગૌરવ વધાર્યું છે.રમતોથી યુનિટિની ભાવના તથા શરીર કસાય છે અને શિસ્ત આવે છે. અત્યારના સમયમાં વિધાર્થીઓમાં મોબાઈલનું પ્રમાણ વધી ગયુ જેને કારણે વિધાર્થીઓ કુપોષિત બની રહ્યા છે. આવા મહોત્સવના આયોજનથી તેઓનો શારીરિક વિકાસ થાય છે.



