આર્મ્સ એક્ટના આરોપીને ગાંધીનગર કોર્ટે 10 વર્ષની સજા ફટકારી:એક લાખનો દંડ

Spread the love

 

ગાંધીનગરની સેશન્સ કોર્ટના જજ એસ. વી. શર્માએ આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલા આરોપીને ખોરજના ઘરમાંથી આઠ વર્ષ અગાઉ 16 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવવાના કેસમાં તક્સીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આર્મ્સ એક્ટના આરોપીના ઘરમાંથી 16 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાબરમતી પોલીસે વર્ષ 2018માં રાજેશ જંગલીમહતો મલ્લા (રહે. ગફુરભાઈ રબારીના મકાનમાં, ખોરાજ, તા. જી. ગાંધીનગર)ની આર્મ્સ એક્ટના ગુનામાં અટકાયત કરી હતી.
આ ગુનાની તપાસ દરમિયાન આરોપીના ખોરજ સ્થિત રહેણાંક મકાનમાં વધુ હથિયારો કે જીવતા કારતૂસ હોવાની શક્યતાના આધારે ઝડતી તપાસ કરવા ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપીની ઓરડીની ઝડતી કરી હતી. જોકે ઓરડીમાંથી હથિયારો કે જીવતા કારતૂસ મળી આવ્યા નહોતા. પરંતુ ઓરડીની અંદરથી ત્રણ અલગ અલગ થેલામાંથી કુલ 16 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે આરોપી રાજેશકુમાર જંગલીમહતો મલ્લા વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં સરકારી વકીલ પ્રિતેષ ડી. વ્યાસે દલીલ કરી હતી કે, દિન પ્રતિદિન સમાજમાં ડ્રગ્સના ગુનાઓ વધી રહ્યા છે અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરતી પ્રવૃત્તિઓ વધી રહી છે. તેમણે સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને સખતમાં સખત અને પૂરેપૂરી સજા કરવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી. શર્મા એ આરોપી રાજેશકુમાર જંગલીમહતો મલ્લાને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખનો દંડ ભોગવવાંનો હુકમ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *