
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી હોવ કે તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો આ સમાચાર તમારે જાણવા ખુબ જરૂરી છે. કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ સંલગ્ન આ સમાચાર છે. ઘણા લોકોન એવો ડર છે કે આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ જાન્યુઆરી 2026 પછી મોધવારી ભથ્થું (DA), મકાનભાડા ભથ્થું (HRA) અને અન્ય ભથ્થાનું શું થશે?
સરકારે જસ્ટિસ રંજન દેસાઈની અધ્યક્ષતામાં 3 સભ્યોવાળું આઠમું પગાર પંચ બનાવ્યું છે. આ પંચ 18 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે એટલે કે તેનો રિપોર્ટ જૂન-જુલાઈ-2027 સુધીમાં આવશે.
સૌથી મોટી રાહત એ છે કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જ લાગૂ ગણાશે. એટલે કે રિપોર્ટ આવ્યા બાદ એક જ ઝટકામાં બાકી પૈસા એટલે કે પૂરેપૂરું એરિયર મળી જશે. આવામાં સૌથી મોટો સવાલ એ છે કે શું જાન્યુઆરી 2026 બાદ DA અટકી જશે? જેના પર પે-રોલ એક્સપર્ટ રામચંદ્રન કૃષ્ણમૂર્તિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી આઠમું પગાર પંચ સંપૂર્ણ રીતે લાગૂ ન થાય ત્યાં સુધી સાતમું પગાર પંચ જ લાગૂ રહેશે. આથી ડીએ, એચઆરએ, અને ટીએ બધુ પહેલાની જેમ વધતું રહેશે.
18 મહિનામાં સરકાર તરફથી ત્રણવાર મોંધવારી ભથ્થું વધારવામાં આવશે. હાલ જુલાઈ 2025થી 58% મોંધવારી ભથ્થું કર્મચારીઓને મળી રહ્યું છે. જાન્યુઆરી 2026માં તે વધીને 61-62% સુધી થઈ શકે છે. ત્યારબાદ જુલાઈ 2026થી વધીને તે 64-65% નજીક પહોંચી શકે છે. ત્યારબાદ જાન્યુઆરી 2027 ડીએ 67-68% થાય તેવી આશા છે. તેનાથી એ સ્પષ્ટ છે કે 2027 સુધી કર્મચારીઓને ત્રણ વખત મોઘવારી ભથ્થું વધેલું મળી શકે છે. આ વધારો CPI(મોંઘવારી સૂચકઆંક) પ્રમાણે હશે. પરંતુ એ સ્પષ્ટ છે કે હાલ ડીએમાં થનારો વધારો અટકવાનો નથી.