રાજકોટ, તા.22 શાપરમાં પાર્ટનરની પત્ની સાથે હોટલમાંથી પકડાયા બાદ 24 વર્ષીય જયદીપએ આપઘાત કરી લીધો હતો. જે અંગે બે આરોપી સાગર સાગઠીયા અને રવિ સાગઠીયા સામે મરવા મજબુર કર્યાંનો ગુનો દાખલ થયો છે.
મારા માતા-પિતાનું આશરે પંદર વર્ષ પહેલા અવસાન થઇ ગયેલ છે. અમો બે ભાઈઓ તથા બે બહેનો છીએ જેમાં સૌથી નાનો ભાઈ જયદીપ જંયતીભાઇ પરમાર (ઉ.વ.24 રહે.હાલ શાપ2 વ્રજવાટીકા સોસા) હતો.
જયદીપ બે વર્ષથી શાપર રહેતો હતો અને બજાજ ફાઇનાન્સના લોન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. ગઈકાલે સવારના નવેક વાગ્યા વખતે મારા કૌટુંબિક ભાઈ રતીભાઈમાં મારા ભાઈના પાર્ટરર્નર સાગર મનજીભાઈ સાગઠીયા ભાઇ રવીભાઈ મનજીભાઈ સાગઠીયાનો ફોન આવેલ હોય અને વાત કરેલ હોય કે તા. 20ની રાત્રીના જયદિપ તથા મારા ભાઈ સાગારની પત્નીને અમો બન્ને ભાઇઓએ શાપરમાં હોટલ પાસે પકડેલ હતા જેથી મેં તથા મારા ભાઈ સાગરે જયદિપને બીજીવાર મારી ભાભી સાથે નહીં દેખાવાનું કહેલ હોય અને દેખાશે તો જાનથી મારી નાખીશું તેમ કહેલ હતું અને બાદ જયદીપને જવા દીધેલ હતો.
તેવી વાત કરેલ જેથી હું તથા મારા કૌટુંબીક ભાઈ રતીભાઈ એમ બધા જયદીપને શોધવા નીકળેલ પરંતુ તે ક્યાંય જોવા મળેલ નહીં. બાદ અમો તેની ઓફીસે ગયેલ. ત્યારે અમોને જાણવા મળેલ કે, જયદિપે તેની ઓફીસની ઉપર શાપરમાં પ્રગતિ મોલમાં આવેલ નીલમ ગેસ્ટ હાઉસના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે. તેનું મૃત્યુ થયું છે. જયદિપની લાશનું પી.એમ. સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે કરાવેલ હતુ.
અમોને જાણવા મળેલ કે, મારો ભાઇ જયદિપને તેના પાર્ટનરની પત્ની સાથે અફેર હોય અને તે બન્ને હોટલ શાપર ખાતે ભેગા હોય તે સાગરને ખબર પડી જતા સાગર તથા તેના ભાઇ રવિભાઇએ જયદિપને ધમકાવેલ હોય અને ઝઘડો કરેલ હોય જેથી મારા ભાઇ જયદિપને લાગી આવતા ગળાફાંસો ખાઇ લીધો હતો.