અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતા એક વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ વૃદ્ધ પોતાની ફરજમાંથી નિવૃત્ત થતાં તેમના પેન્શનની રકમ બેંકમાં જમા હતી. આ રકમમાંથી તેમણે મકાનનું વીજ બિલ ભરવા જતાં તેમને જાણ થઈ કે તેમના ખાતામાંથી 2.81 લાખ રૂપિયા કોઈ ગઠિયાએ ટ્રાન્સફર કરી લીધા છે. આ વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત્ત થયા છે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાયબર ગઠિયાએ 2.81 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા
અમદાવાદના વેજલપુરમાં રહેતા અને એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધના ખાતામાંથી સાયબર ગઠિયાએ 2.81 લાખ રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ વૃદ્ધે પોતાના પેન્શનની રકમમાંથી ઘરનું વીજ બિલ ભરતી વખતે ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થયાની જાણ થઈ હતી. બેંકમાં બેલેન્સ નહીં હોવાથી વૃદ્ધ ચોંકી ગયા હતાં.
તેમના ખાતામાં માત્ર 600 રૂપિયા જ વધ્યા હતાં
તેમના દીકરાએ બેંકનું એકાઉન્ટ ચેક કરતાં તેમના ખાતામાં માત્ર 600 રૂપિયા જ વધ્યા હતાં. તેમના બંને એકાઉન્ટમા ત્રણેક લાખ રૂપિયા જેટલું બેલેન્સ હતું.ત્યાર બાદ સ્ટેટમેન્ટ ચેક કરતાં ખાતામાંથી ઓનલાઈન રકમની ચૂકવણી થઈ હોવાનું જણાયું હતું. જેથી વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ