અમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન

Spread the love

 

 

 

ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરાઈ છે. ઈસનપુર તળાવમાં છેલ્લાં 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ-અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 50 JCB મશીન સાથે AMCની ટીમે સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. ફેઝ-1માં 4,000 કાચાં-પાકાં બાંધકામ દૂર કરી 1.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. 20 મે, 2025એ ફેઝ-2માં 8,500 કાચાં-પાકાં બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *