રમકડા-મરઘીના દાણાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો ભંડાફોડ – ત્રણ સ્થળોએથી બે કરોડનો દારૂ ઝડપાયો

Spread the love

 

દાહોદ જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળોએથી એકજ દિવસમાં કુલ રૂપીયા ૨,૦૫,૯૨,૨૧૪ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે ત્રણ ટાટા ટ્રક, એક ફોર વ્હીલર ગાડી વિગેરે મળી પોલીસે કુલ રૂપીયા ૨,૫૬,૬૮,૭૫૦ના મુદ્દામાલ સાથે આ પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ૪ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

આગામી ૩૧મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લાની સાથે સાથે ગુજરાતભરના બુટેલગરો દ્વારા વિદેશી દારૂ તથા બીયરની હેરાફેરી કરવા માટેના કાવતરાઓ શરૂ કરી દીધાં છે. તેમાંય ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું ષડયંત્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલ દાહોદ જિલ્લા મારફતે થતો હોય છે. ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે દાહોદને અડીને આવેલ આ બંન્ને સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઢાલલવામાં આવતો હોય છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ સરહદી વિસ્તારોમાં સઘન વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એકજ દિવસમાં દાહોદ જિલ્લાના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે.

દાહોદ એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે એક ટ્રકમાંથી રૂપીયા ૩૨,૫૨,૯૬૦ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે ટ્રકમાં સવાર જીલસાદ અલીમોહમદ ખાન (મુસ્લીમ) (રહે.હરિયાણા)ની અટકાયત કરી પોલીસે ટ્રકની કિંમત મળી કુલ રૂપીયા ૫૨,૫૭,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેવીજ રીતે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે અલગ અલગ સ્થળોએથી પોલીસે એક ટ્રકમાંથી રૂપીયા ૯૧,૪૭,૬૦૦ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે ગાડીના ચાલક જુસબ હાજીભાઈ હીંગોરા (ગામીત) (રહે.દેવભુમિ દ્વારકા) ની અટકાયત કરી ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧,૦૧૮૫,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. કતવારામાંથી અન્ય સ્થળેથી પોલીસે એક ગાડીમાંથી પશુ આહાર દાણના કટ્ટાની આડમાં હેરાફેરી કરવામાં આવતો રૂપીયા ૭૮,૩૨,૪૦૦ની કિંમતના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે ગાડીના ચાલક વિરાભાઈ રૈયાભાઈ કટારા (રહે.પોરબંદર) નાની અટકાયત કરી ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૯૩,૫૬,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેવીજ રીતે ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂપીયા ૩,૫૯,૦૪૦ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીના ચાલક મહેશભાઈ રામકિશોર ભાવસાર (રહે.અમદાવાદ)નાની અટકાયત કરી ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૮,૬૯,૦૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરવામાં આવ્યો છે.

આમ, એકજ દિવસમાં દાહોદ જિલ્લાના ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી રૂપીયા ૨,૦૫,૯૨,૨૧૪ના પ્રોહી જથ્થા સાથે ચાર વાહનો મળી પોલીસે કુલ રૂપીયા ૨,૫૬,૬૮,૭૫૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે જેતે પોલીસ મથકોએ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં બુટલેગર આલમમાં આ કાર્યવાહીને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *