હું અને મારો પુત્ર માનસીક ત્રાસમાંથી બહાર નીકળ્યા, મને હત્યાનો જરા પણ અફસોસ નથી: આરોપી પતિ

Spread the love

 

♣7 વાગ્યે પાણી પુરી ખાવા જવા બાબતે ફોનમાં માથાકૂટ થઈ, પત્ની એકલી ઘરેથી બહાર નીકળ્યા બાદ રસ્તામાં પતિએ સમાધાન કરી જમવા જવાનું કહી એક્ટિવામાં બેસાડી: નજીકના વાડી વિસ્તારમાં લઈ જઈ ટોમીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધી

♣આરોપી ઘટનાસ્થળેથી સામાકાંઠે, મોરબી રોડ થઈ ગ્રીનલેન્ડ ચોકડી નજીક કારખાને પહોંચ્યો, ત્યાંથી માતા-પિતાના ઘરે જઈ પુત્રને લઈ કોપરગ્રીન પહોંચ્યો: હવે પ્લાન મુજબ, પત્નીના માવતરને ગુમ થયાની જાણ કરી અને આખી રાત તેમને સાથે રહી શોધતો રહ્યો: સવારે પત્નીની લાશ મળી

♣પરંતુ સાતીર આરોપી પોલીસથી ન બચી શક્યો, એક્ટિવા અને પેન્ટ પર રહેલ લોહીના દાગથી પકડાઈ ગયો: પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને ટીમ ક્રાઇમની મળી મોટી સફળતા

રાજકોટ. તા.25

રાજકોટમાં ચકચાર મચાવનાર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી નાંખ્યો હતો. પત્નીની હત્યારો પતિ જ નીકળ્યો હતો. હું અને મારો પુત્ર માનસીક ત્રાસમાંથી બહાર નીકળ્યા, મને હત્યાનો જરા પણ અફસોસ નથી આરોપી પતિએ નફ્ફટ કબૂલાત આપી હતી.

7 વાગ્યે પાણી પુરી ખાવા જવા બાબતે પતિ સાથે ફોનમાં માથાકૂટ થઈ જે બાદ તે એકલી ઘરેથી બહાર નીકળી હતી. ત્યારે જ ઉશ્કેરાયેલા પતિએ નક્કી કરી લીધું કે આજે તો પતાવી જ દેવી છે અને રસ્તામાં જ પત્નીને મળ્યો અને સમાધાન કરી લીધું. જમવા જવાનું કહી એક્ટિવામાં બેસાડી અને નજીકના વાડી વિસ્તારમાં લઈ જઈ ટોમીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધી હતી.

બનાવમાં નજર કરીએ તો ગઇ તા.23 ના બી ડિવીઝન પોલીસ મથક વિસ્તારના ભગવતીપરા મેઇન રોડથી વેલનાથપરા તરફ જવા માટેના કાચા રસ્તા પર સ્નેહાબેન ઉર્ફે સેવુ હિતેષભાઇ આસોડીયા (રહે.ભગવતીપરા કોપર ગ્રીન સીટી) ને કોઇ અજાણ્યા શખ્સે માથાના ભાગે ગંભીર ઇજા કરી હત્યા નિપજાવવાના બનાવમાં બી. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

મર્ડરના અનડીટેકટ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા મર્ડરનો અનડીટેક ગુનો તાત્કાલીક ડીટેકટ કરી આરોપીને શોધી કાઢવાની આપેલ જરૂરી સૂચનાથી

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના નેતૃત્વ હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા, વી.ડી.ડોડીયા, એસ.વી. ચુડાસમા, એ.એસ.ગરચરની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી ગુનાના આરોપીને શોધવાના પ્રયત્ન કરતા હતા તે દરમ્યાન ટીમને મૃતક સ્નેહાબેનને તેના હાલના પતિએ મારેલ હોય તેવી ચોક્કસ બાતમી મળતાં આરોપી હિતેશ કાંતીલાલ આસોડીયા (ઉ.વ.45) (રહે. ભગવતીપરા મેઇન રોડ કોપર ગ્રીન સોસાયટી, બ્લોક નં.16, રાજકોટ) ને પુછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે લાવી પુછપરછ કરતા હત્યા તેમને નિપજાવેલ હોવાની કબુલાત આપતા તેની ધરપકડ કરી આરોપીને બી.ડીવીઝન પોલીસ સ્ટશેન ખાતે સોપવાની તજવીજ હાથ ધરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકે 7 વાગ્યે પાણી પુરી ખાવા જવા બાબતે પતિને ફોન કરતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને પત્નીને તું તારા મા બાપ પાસે પડ્યો રહેજે તેવા આકરા શબ્દો કહ્યા હતાં. જે બાદ પત્ની એકલી ઘરેથી બહાર નીકળી હતી. જે બાદ પતિ કારખાનેથી ટોમી સાથે નીકળી રસ્તામાં તેણીને મળ્યો હતો અને તેને સમજાવી સમાધાન કરી લીધું અને જમવા જવાનું કહી એક્ટિવામાં બેસાડી નજીકના વાડી વિસ્તારમાં લઈ જઈ ટોમીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધી હતી.

જે બાદ આરોપી ઘટનાસ્થળેથી સામાકાંઠે, મોરબી રોડ થઈ ગ્રીનલેન્ડ ચોકડી નજીક કારખાને પહોંચ્યો હતો. જ્યાં હથીયાર મૂકી ત્યાંથી માતા-પિતાના ઘરે પહોંચ્યો અને પુત્રને લઈ કોપરગ્રીન પોતાના ઘરે પહોંચ્યો હતો. બાદમાં પ્લાન મુજબ, પત્નીના માવતરને ગુમ થયાની જાણ કરી અને આખી રાત તેમને સાથે રહી શોધતો રહ્યો અને સવારે પત્નીની લાશ મળી આવી હતી.

પરંતુ સાતીર આરોપી પોલીસથી ન બચી શક્યો, એક્ટિવા અને પેન્ટ પર રહેલ લોહીના દાગથી પકડાઈ ગયો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને ટીમ ક્રાઇમની મોટી સફળતા મળી હતી.

તારા દાગીના કાળા પડી ગયાં છે, ચાલ મારા મિત્રના ઘરે સફેદ કરાવી નાંખીએ
રાજકોટ. તા.25
પત્ની મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. પત્ની સ્નેહલથી પતિ અનહદ કંટાળ્યો હતો. જેથી ઘટનાના દિવસે તેને મારી નાંખવાનો જ પ્લાન ઘડી નાંખ્યો હતો. રસ્તામાં બંને ભેગા થયાં એટલે પહેલાં તો આરોપીએ જમવા જવાનું કહીં પત્નીને મનાવી લીધી બાદ ત્યાંથી નીકળી એક ચોકમાં લાઈટના અંજવાળે બાઈક ઉભું રાખી તારા દાગીના કાળા પડી ગયાં છે. તે હવે જુના થઈ ગયાં છે. તું કાઢી આપ મારા મિત્ર પાસે સફેદ કરાવી નાંખીયે તેમ કહી મંગળસૂત્ર સિવાય તમામ દાગીના ઉતારી લઈ પોતાની પાસે રાખી લીધાં બાદ મિત્રના ઘરે જવાનું કહીં અવાવરું જગ્યાએ લઈ જઈ ગુનાને અંજામ આપ્યો હતો. તેમજ અંતે મંગળસૂત્ર પણ કાઢી લીધું હતું.

મર્ડરનું કારણ: તું મારી સાથે ક્યાંય આવતો નથી, તું તારા મા-બાપ પાસે પડ્યો રહે, બહેન કહે તેમ જ કરજે
રાજકોટ. તા.25
પત્નીની મર્ડર મિસ્ટ્રીમાં બનાવનું કારણ પણ ચોંકાવનારૂ સામે આવ્યું છે. જેમાં મૃતક લગ્નના છ માસ સુધી સાસુ-સસરા સાથે વ્યવસ્થિત રહી હતી. જ3 બાદ બે વખત સસરા સાથે ઝઘડો કર્યા હતાં. જેથી સાસુ-સસરા અલગ થઈ ગયાં હતાં. જે બાદ બંને પતિ-પત્ની વચ્ચે પણ અવારનવાર ગૃહકલેસ થતો હતો. જેમાં અનેકવાર તું મારી સાથે બહાર ફરવા નથી આવતો, બહાર જમવા આવતો નથી, તું તારા મા-બાપ પાસે પડ્યો રહે છે અને બહેન કહે તેમ જ કરે છે, જેવા મેંણાં ટોણાંથી કંટાળી ઘટનાને અંજામ આપ્યો હોવાની આરોપીએ કબૂલાત આપી હતી.

બેટરી ડાઉન થતાં મોબાઈલ ઘરે રાખી દિધો હતો
રાજકોટ. તા.25
મહિલાની મર્ડર મિસ્ટ્રીમાં તેનો મોબાઈલ ઘરે હતો, તે મુદ્દો પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો હતો. પોલીસની તપાસમાં મોબાઈલ અંગે તપાસ કરતાં બેટરી ડાઉન થતાં મોબાઈલ ઘરે રાખી દિધો હોવાનું સામે આવ્યું હતું.

પુત્ર શીવાંસ ગર્ભમાં હતો ત્યારે તેને પણ મારવાનો પ્રયત્ન મૃતકે કર્યો હતો
રાજકોટ. તા.25
મર્ડર મિસ્ટ્રીમાં મૃતકનો તામસી સ્વભાવ પણ સામે આવ્યો છે. આરોપી પતિની કબુલાતમાં પત્ની જિદ્દી સ્વભાવની હતી અવારનવાર ઝઘડાઓ તો કરતી જ સાથે સાથે જ્યારે તેને ગર્ભ રહ્યો ત્યારે પણ સામાન્ય વાતમાં બોલાચાલી થઈ હતી. ત્યારે તેને પોતાના હાથે ગર્ભમાં ઢીકા મારી ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *