સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ નો સપાટો, ચેતો ચેતો.. નીલ પછી પાયલ પકડાઈ
વિદેશમાં તગડા પગારની લાલચમાં ઢોલરીયા ના સપના જોતું આજનું યુવા ધન સાયબર ક્રાઈમના માફિયાઓના સકંજામાં, પાયલના ઘૂંઘરું પોલીસે વાગવા ન દીધા, બાગડબીલ્લી પાયલ ઝબ્બે..

રાજ્યમાં સૌથી હવે મહત્વનો પેચીદો પ્રશ્ન હોય તો તે સાયબર ક્રાઇમ છે સૌથી વધારે નવયુવાનો અને ભણેલા લોકો જ આનો શિકાર બને છે અને ફદીયા કમાવાની લાલ જમાને લાલચમાં સાયબર માફિયાઓના સકંજામાં આબાદ રીતે ઝડપાઈ જાય છે સાયબર એક્સિલન્સ દ્વારા અનેક પ્રયત્નો જાગૃતિ લોકોમાં લાવવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે વિદેશ જવાની ઘેલછામાં નીલ અને પાયલ જેવા અનેક દેશો સમાજ અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવા પોલીસ મહાનિદેશક ડો. કે.લક્ષ્મી નારાયણ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (ક્રાઇમ-૨) પરીક્ષિતા રાઠોડએ કડક અને સધન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય કેશવાલા અને પોલીસ અધિક્ષકશ્રી વિવેક ભેડા નાઓના સુપરવિઝન હેઠળ ડી.પો.ઈન્સ. એમ.આર રાદડિયા નાઓએ ટીમ બનાવી સમગ્ર પ્રકરણ બાબતે એનાલીસીસ કરી એક મહિલા આરોપીને પકડી પાડતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગુ.રા.GJ-18.
ભારતીય નાગરિકો સાયબર સ્લેવરીમાં દક્ષિણ પુર્વ એશિયાઈ દેશમાં ફસાયેલ હોય તેઓને મુક્ત કરાવવા માટે ભારત સરકાર, થાઈલેન્ડ, મ્યાનમાર સરકારના સંપર્ક અને સહયોગથી ત્યાં આર્મી રેસ્ક્યુ ઓપરેશન કરી ભારતીય નાગરિકોને મુક્ત કરાવી ખાસ ફલાઇટ દ્વારા ભારત પરત લાવવામાં આવેલ છે અને દિલ્લી ખાતે તેમની 14C, CBI, Central IB તથા સ્ટેટ પોલીસ દ્વારા સંયુક્ત નિવેદનો નોંધવામાં આવે છે જેમાં આશરે ૪૦૦૦ ભારતીયો છેલ્લા ત્રણ વર્ષમાં પરત લાવવામાં આવેલ છે જેમાંથી મોટા પ્રમાણમાં ભોગ બનનારની પુછપરછ દરમ્યાન આરોપી નીલ પુરોહિતની સંડોવણી હોવાનુ જણાઈ આવેલ હોય જે નીલ પુરોહીતના સબ એજન્ટ તરીકે કામ કરતી મહીલા આરોપી પાયલ પ્રદિપસિંહ ચૌહાણની ઘરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાના મહિલા આરોપી પાયલ પ્રદિપસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના નાગરિકોને વિદેશમાં ઉંચા પગારે ડેટા એન્ટ્રીની જોબ પ્લેસમેન્ટ આપવાની લાલચ આપી દક્ષિણ પુર્વ એશિયાઈ દેશોની ટીકીટ બુક કરાવી આરોપી નીલશ ઉર્ફે નીલ પુરોહિત સાથે મળી સબ એજન્ટ તરીકે કામગીરી કરી ભોગ બનનાર નાગરીકોને દક્ષીણ-પુર્વ એશીયાઇ દેશોમાં મોકલી આપી ભોગ બનનાર જેવા એરપોર્ટ પહોંચે ત્યારે ચીની ગેંગના એજન્ટો મારફતે તેઓના પાસપોર્ટ, મોબાઇલ ફોન, તથા અન્ય દસ્તાવેજો જપ્ત કરી તેઓને બંધક બનાવી ગેરકાયદેસર રીતે મોઈ નદી મારફતે સરહદ પાર કરાવી માનવ તસ્કરી કરી મ્યાનમારના સરહદી વિસ્તારમાં કે.કે.પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતે લઈ જઈ ગેરકાયદેસર રીતે ચાલતા ચાઇનીઝ હબમાં ફિશીંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, ડેટીંગ એપ દ્વારા છેતરપીંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા મજબુર કરી સાયબર સ્લેવરીનો ભોગ બનાવી તેમજ ભોગ બનનાર સહકાર ન આપે તો તેઓને શારીરીક તેમજ માનસિક હેરાન-પરેશાન કરી ગેરકાયદેસર રીતે લાંબા સમયગાળા સુધી અટકાયતમાં રાખી વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે મજબુર કરી પકડાયેલ આરોપીએ આંતરરાષ્ટ્રીય સાયબર સીંડીકેટ તથા ચાઈનીઝ સાયબર માફીયાની સાથે મળી સાયબર ક્રાઈમના ગુનાઓ કરી આર્થિક લાભ મેળવી આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુના આચરેલ છે. જેની તપાસ દરમ્યાન સદરહું મહીલા આરોપીના મોબાઈલ ફોનમાંથી પાકીસ્તાન અને નેપાળી નાગરીકોના પાસપોર્ટની વિગતો પણ મળી આવેલ છે. વધુમાં તપાસ દરમ્યાન, આ કામેની પકડાયેલ મહીલા આરોપી સાયબર સ્લેવરી સિવાય પણ ક્રીકેટ સટ્ટા, ગેમીંગ આઇ.ડી.. USDT, CRYPTO तथा म्युल અકાઉન્ટ પ્રોવાઈડ કરવાની કામગીરી કરતી હોવાનું પણ જણાઇ આવેલ છે. તેમજ આ કામગીરી માટે દુબઈ તેમજ ગોવા ખાતે ચાલતા ઓનલાઈન ગેમીંગ સટ્ટાની માસ્ટર આઇ.ડી. ઉપર કામગીરી કરેલ હોવાનુ તપાસમાં જણાઇ આવેલ છે.
બાગડ બીલ્લી પાયલ જેવી અનેક મહિલાઓ વિદેશમાં જવા થનગની રહી છે, પણ ત્યાં શું કામ કરાવવામાં આવે છે તે જાણો તગડા પગાર ડોલરીયા લેવા જતા જતા જેલ ભોગવવાનો વારો ના આવે તે જોજો સાયબર માફિયાઓ જાણે ભરતીઓ કરતા હોય તેમ મોટી લોભામણી જાહેરાતો જેમાં ટિકિટ રહેવાનું જમવાનું અને તગડો પગારની જાહેરાત કરીને અનેકને લપેટમાં લેતા હોય છે ત્યારે જો આજુબાજુ કોઈ આવી ઘટના બનતી હોય તો સાયબર ક્રાઇમને દેશના હિતમાં જણાવો