બગીચાને લઈને રહીશો વસાહતીઓમાં કાળો કકળાટ, પાર્કિંગ અને વાર તહેવારે આ જગ્યાનો ઉપયોગ થતો હોવાથી બગીચો ન બનાવવા રહીશોમાં હો..હા.. એક કરોડ પંદર લાખનો બગીચો ઘાટ કરતાં ઘડામણ મોંઘું
થોડા મીટરના અંતરે સેક્ટર ૨૭ ખાતે ૧૫ કરોડના ખર્ચે બગીચો બની રહ્યો છે, આનંદ નગર ખાતે બગીચાની ડિમાન્ડ છે, ત્યાં નથી કરવામાં આવ્યો ગાયત્રી નગર અને આનંદ નગર સામસામે જેવો ઘાટ અગાઉ લાખો ખર્ચ બગીચા પાછળ કર્યો તે તોડી નાખવામાં આવ્યો હતો

ગાંધીનગર
જીજે-૧૮ ખાતે ગાયત્રી સોસાયટી પરિવાર દ્વારા સેક્ટર ૨૭ ખાતે બગીચો બનાવવા કવાયત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવાની છે, ત્યારે મનપા દ્વારા જગ્યાની માપણી તથા સર્વે કરવા તંત્ર દ્વારા આવ્યા બાદ થઈ ગયો છે, હાલ સેક્ટર ૨૭સાઈબાબા મંદિરની પાસે બે બગીચા આવેલ છે, અને જે અહીંયા બગીચો થાય, તો દીકરા-દીકરીની સલામતી રહેશે નહીં, હાલ જે બગીચો છે, ત્યાં બે લોકો દારૂથી લઈને અનેક બદીઓ અહીંયા પ્રસરી છે, નજીકમાં ઝુપડપટ્ટી આવેલી હોવાથી લોકો ખાટલા નાખીને બેઠા હોય છે, અને દેશી દારૂ પણ પીવે છે,
હાલમાં જે બગીચો છે, તે યથા શક્તિ રાખો અને રીનોવેશન કરવા જણાવ્યું છે, ગાયત્રી નગરના રહીશો ૫૦ થી ૬૦ ગાડીઓ અહીં પાર્કિંગ કરે છે, તેમજ પ્રસંગોપાત અહીંયા જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ જગ્યા પાર્કિંગ અને નવરાત્રી દિવાળી હોળી વગેરે તહેવારોમાં આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું અરજીમાં જણાવ્યું છે,