દિલ્હીમાં પ્રદૂષણની જે સ્થિતિ સર્જાય છે તેવી જ ગંભીર હવામાન પરિસ્થિતિ હવે ગુજરાતના રાજકોટ શહેરમાં જોવા મળી રહી છે. શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત બીજા દિવસે 300નો આંકડો પાર કરીને 309 પર પહોંચી ગયો છે, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. રાજકોટના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઉચ્ચતમ સ્તરે નોંધાયું છે.
ખાસ કરીને સોરઠીયા વાડી સર્કલ, સેન્ટ્રલ ઝોન RMC કચેરી, અને જામ ટાવર સહિતના વિસ્તારોમાં AQIનો આંક ઊંચો જોવા મળ્યો છે. અન્ય અનેક વિસ્તારોમાં પણ AQI લેવલ 200 કરતા વધુ નોંધાયું છે, જે હવાની ગુણવત્તા ‘ખરાબ’ (Poor) દર્શાવે છે.
‘રાજકારણ બુદ્ધિથી જ આગળ વધે, PM મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું’! ભરતસિંહે આડકતરી…
રાજકોટ: દિલ્હીની જેમ હવા બની ઝેરી, AQI 309 પર
શિયાળાની શરૂઆત સાથે જ સવારના સમયે ધૂમમ્સ (ધુમ્મસ) અને વાહનોનું પ્રદૂષણ ભળી જતા ખરાબ હવામાનને કારણે AQI હાઇ રહે છે. હવાના પ્રદૂષણના આ વધારાને કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના છે. રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ, સેન્ટ્રલ ઝોન RMC કચેરી અને જામ ટાવર સહિતના વિસ્તારમાં હવાનું પ્રદુષણ 300 કરતા વધુ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં AQI લેવલ 200 કરતા વધુ નોંધાયું છે. જેની પાછળ મુખ્ય કારણ શિયાળામાં ધૂમમ્સ અને વાહનોનું પ્રદુષણ છે. ખરાબ હવામાનને કારણે સવારના સમયે AQI હાઇ નોંધાય રહ્યું છે. પ્રદુષણ વધતા લોકોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના રહેલી છે. આરોગ્ય વિભાગ દ્વારા હવાનું પ્રદુષણ વધુ નોંધાતા શ્વાસની બીમારી હોઈ તેવા લોકોએ માસ્ક પહેરવા સૂચના આપવામાં આવે છે.
ફરી ધાનાણીએ મેવાણીના સમર્થનમાં કવિતા લલકારી! કહ્યું; “પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ”
સુરત: ઠંડી ઘટી, પ્રદૂષણ વધ્યું! PM 10નું સ્તર ચિંતાજનક
આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં પણ હવામાનની સ્થિતિ બગડી છે. શહેરમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેની સામે હવાના પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતની હવામાં PM 10 (પાર્ટિક્યુલેટ મેટર)નું સ્તર 328ના અત્યંત ચિંતાજનક લેવલે પહોંચી ગયું છે, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 198 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીની નજીક છે. સુરતમાં પ્રદૂષણ વધારવા માટે ઔદ્યોગિક ધુમાડો, મેટ્રોનું બાંધકામ, અને ખાનગી બાંધકામની રજકણો જવાબદાર છે. આ રજકણો અને ધુમાડો નીચલા સ્તરે રહેવાથી વાતાવરણ ધૂંધળું બની ગયું છે. પાંડેસરા, સચિન, સચિન જીઆઇડીસી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઢગલાબંધ ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ધુમાડાથી પ્રદૂષણ વધી રહ્યું છે. આ ઉપરાંત, દૂર ઇથિયોપિયામાં જ્વાળામુખીની રાખના વાદળોની આંશિક અસર પણ સુરતના વાતાવરણ પર જોવા મળી છે.
આરોગ્ય પર ગંભીર અસરની ચેતવણી
હવા પ્રદૂષણના આ ખરાબ સ્તરને લીધે નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની સંભાવના છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો કે જેમને પહેલેથી જ શ્વાસ સંબંધિત બીમારીઓ હોય તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તબીબી નિષ્ણાતોએ લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, માસ્ક પહેરવા અને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવા અપીલ કરી છે.