શહેર ભાજપ દ્વારા SIR સંદર્ભે કલેકટરને આવેદનપત્ર અપાયું

Spread the love

શહેર ભાજપ દ્વારા SIR સંદર્ભે કલેકટરને આવેદનપત્ર અપાયું
——-
દેશના લોકતંત્રને નિર્મલ કરવાની પ્રક્રિયા SIR માં નાગરિકોને વધુ સરળતા અને સુગમતા રહે તે સુનિશ્ચિત કરવા ભાજપનું કલેકટરને આવેદનપત્ર
——-

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, હાલ ચુંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં સઘન મતદારયાદી સુધારણા SIR ની પ્રક્રિયા ચાલી રહી છે જે દેશના લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને નિર્મલ કરવાની પ્રક્રિયા SIR વધુ સરળતા અને સુગમતા સાથે બુથ સ્તરે BLO થકી સંપન્ન થાય અને આ પ્રક્રિયા નાગરિકો માટે નવી હોવાથી અને ફોર્મ ભરવા બાબતે પૂરતી જાણકારી ન હોવાથી તેઓને ફોર્મ ભરવા બાબતે યોગ્ય માર્ગદર્શન મળે તેમજ વિશેષ કરીને વર્ષ ૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ શોધવામાં તકલીફ ન પડે તે માટે વિશેષ કાળજી રાખી સ્થાનિક સ્તરે કાર્ય સુનિશ્ચિત થાય તે લાગણી સાથે ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીએ ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવા યુવા મતદાતાની પણ નોંધણી આ પ્રક્રિયા સાથે થાય તેવું ભાજપ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *