
નડિયાદ
નડિયાદ કલેક્ટરને માહિતી આયોગ દ્વારા 5 હજારનો દંડ ફટકારવામાં આવતા સરકારી બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી સમયસર માહિતી ન આપવા બદલ ફટકારવામાં આવ્યો છે. આ સાથે આ અંગે રિપોર્ટ કરવાનો આદેશ પણ માહિતી આયોગ દ્વારા કરવામાં આવ્યો છે. જે કારણે માહિતી આયોગ દ્વારા 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અરજદારે નડિયાદ કલેક્ટર સમક્ષ એપ્રિલમાં RTI કરી હતી. જે અંગે અધિકારીએ RTIની માહિતી આપવા આદેશ કર્યો હતો. આ આદેશ છતા કલેક્ટરે અરજદારને કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો. માહિતી આયોગ દ્વારા SDMના કૃત્યને અધિનિયમ વિરુદ્ધ ગણાવીને આ કાર્યવાહી કરી છે. કલેક્ટરને દંડ ફકારવાની સાથે માહિતી આયોગ દ્વારા રિપોર્ટ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. નડિયાદ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિર્ભય ગોંડલીયાને માહિતી આયોગ દ્વારા 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઘટનાની મળતી મહિતી અનુસાર RTS અપીલનો હુકમ મેળવવા માટે અરજદાર હેમંતભાઈ પ્રભુદાસ પટેલ દ્વારા નડિયાદ SDM સમક્ષ એપ્રિલ 2025માં RTI કરવામાં આવી હતી. આ અરજી આપ્યા બાદ મે 2025નો રેકોર્ડ ઉપલબ્ધ નથી, તેવું પહેલું બહાનું કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું. અરજદારે મે 2025ના માસમાં પ્રથમ અપીલ દાખલ કરી હતી. પ્રથમ અપીલ અધિકારીએ જુલાઈ માસમા 5 દિવસમાં RTIની માહિતી આપવા આદેશ કર્યો હતો. અપીલ અધિકારીના આદેશની અવહેલના કરીને માહિતી અધિકારી SDM દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. સુનાવણી આયોગ દ્વારા ઓગસ્ટ માસની નોટિસ બાદ SDM દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. માહિતી માંગનાર હેમંતભાઈ પ્રભુદાસ પટેલને 7 દિવસમાં માહિતી મેળવી લેવા જુલાઈ માસમાં જણાવાયું હતું. SDM દ્વારા જવાબ આપ્યો કે, માહિતી માંગનાર અરજદાર કચેરીનો સંપર્ક કર્યો નથી તેથી માહિતી આપી શકાઈ નથી. આમ માહિતી આયોગે SDMના આ કૃત્યને અધિનિયમ વિરૂદ્ધનું જણાવી શિક્ષાત્મક પગલા કરવામાં આવ્યા છે.