DGPએ ‘થાર’વાળાઓને ક્રિમિનલ માઇન્ડેડ કહેલા, થાર માલિકે મોકલી નોટિસ, કહ્યું- ‘માફી માંગો નહિતર..’

Spread the love

ગુરુગ્રામ

ગુરુગ્રામના એક રહેવાસીએ હરિયાણાના DGP ઓ.પી. સિંહને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં તેમને સાર્વજનિક માફી માંગવા કહેવામાં આવ્યું છે. નોટિસનું કારણ DGPની એક ટિપ્પણી છે, જે તેમણે થાર માલિકો પર કરી હતી. સોશિયલ મીડિયા પર થોડા પણ સક્રિય હશો તો, DGP ઓ.પી. સિંહનું નિવેદન સાંભળ્યું હશે, જેમાં તેમણે થાર માલિકોને ક્રિમિનલ માઇન્ડસેટ ગણાવ્યા હતા. તે સમયેઆ નિવેદન પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. જોકેથારનો એક માલિક DGPના નિવેદનથી એટલો નારાજ થઇ ગયો કે તેણે DGPને જ લીગલ નોટિસ મોકલી આપી. 8 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક ઉલ્લંઘનની ચર્ચા કરતા કહ્યું હતું કે મોટાભાગના થાર અને બુલેટ માલિકોની ગુનાહિત માનસિતા હોય છે. આ ટિપ્પણીથી એક થાર માલિક ખૂબ જ નારાજ થઇ ગયા. તેનું નામ સર્વો મીતર છે, જે ગુરુગ્રામના સેક્ટર 102ના રહેવાસી છે. અહેવાલો અનુસાર, તેમણે જાન્યુઆરી 2023માં 30 લાખ રૂપિયાથી વધુમાં થાર ખરીદી હતી. તેનો દાવો છે કે DGPના નિવેદનથી તેમને શરમસાર થવું પડ્યું, જેના કારણે તેમણે થાર ચલાવવાનું છોડી દીધું છે. આ કારણે, તેમણે DGP ઓ.પી. સિંહને લીગલ નોટિસ મોકલી છે. PTI અનુસાર, DGPને નોટિસ પાઠવતાસર્વો મીતરના વકીલે જણાવ્યું હતું કે, ‘DGPનું નિવેદન પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયું હતું, જેના કારણે થાર માલિકોની છબી ખરાબ થઈ છે. તેમની ટિપ્પણી બાદસર્વો મીતરને સંબંધીઓ, મિત્રો, પડોશીઓ અને મહેમાનો વચ્ચે શરમ, મજાક અને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો’ નોટિસમાં વધુમાં જણાવાયું છે કે આ નિવેદનથી થાર માલિકોની સાર્વજનિક છબી ખરાબ થઈ છે, જેના કારણે સિવિલ અને ફોજદારી માનહાનિનો કેસ બને છે. નોટિસમાં DGPને 15 દિવસની અંદર બિનશરતી લેખિત માફી માંગવાની અને પોતાની ટિપ્પણીઓ પાછી લેવા કહેવામાં આવ્યું છે. આમ ન કરવા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 356(3) અને અન્ય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીઆ નોટિસ અંગે DGP ઓ.પી. સિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે થારનું ટોપ મોડેલ 23-24 લાખની આસપાસ આવે છે. નોટિસમાં DGPને 15 દિવસની અંદર બિનશરતી લેખિત માફી માંગવાની અને પોતાની ટિપ્પણીઓ પાછી લેવા કહેવામાં આવ્યું છે. આમ ન કરવા પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 356(3) અને અન્ય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીઆ નોટિસ અંગે DGP ઓ.પી. સિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે થારનું ટોપ મોડેલ 23-24 લાખની આસપાસ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *