અમદાવાદમાં યુવતીના આપઘાત પહેલાંના CCTV સામે આવ્યા

Spread the love

 

અમદાવાદના વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક બિલ્ડિંગના પાંચમા માળેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો છે. ગઇકાલે(28 નવેમ્બર) સાંજે લગભગ 5:45 વાગ્યે બિલ્ડિંગમાં પ્રવેશ્યાની ગણતરીની મિનિટોમાં જ યુવતી 5મા માળેથી કૂદી જાય છે. એ પહેલાં બિલ્ડિંગમાં એન્ટર થતાં રજિસ્ટરમાં જે એન્ટ્રી કરી હતી એમાં નામ પણ સ્પષ્ટ વંચાતું નથી, સાથે જ જે ઓફિસના કામથી આવી હતી એ ઓફિસ પણ બંધ હતી. આ બધા મુદ્દા શંકા ઉપજાવનારા છે, સાથે જ યુવતીના આપઘાત પહેલાંના CCTV પણ સામે આવ્યા છે. હાલ તો વાસણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યુવતીએ જે કામ અર્થે આવવાનું જણાવ્યું હતું એ સંબંધિત ઓફિસ પણ બંધ હતી.
હાલમાં યુવતીની ઓળખ, તે ક્યાંની રહેવાસી છે અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. યુવતી પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી.
યુવતી જ્યારે બિલ્ડિંગમાં આવી રહી હતી એ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવતીના આપઘાતનું કારણ અને મોતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 24 નવેમ્બર, 2025એ અમદાવાદના ચાંદખેડામાં મૈત્રી શ્રીમાળી નામની મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો, જે ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે યુવતીનાં થોડાં વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા, જેમાં યુવક સાથે મનમેળ ન આવતાં યુવતી પિયરમાં જતી રહી હતી. એ બાદ ફરીથી સંબંધ સુધરતાં પતિના ઘરે હતી. યુવતીને 2 વર્ષનું બાળક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *