દૂધમાં પાણી ભેળવવું તો જૂની વાત થઈ… હવે તો સોયાબીન તેલ, મેલ્ટો ડોક્સિન, વૉશિંગ પાઉડર મિક્સ કરીને ઝેરી દૂધ બનાવીને લોકોના પેટમાં ઉતારવામાં આવી રહ્યું છે! સાબરકાંઠાના ઈડર તાલુકાના સિંગા ગામે આવી એક ખતરનાક ઘટના સામે આવી છે. પોલીસે રેડ કરી 200 લિટર શંકાસ્પદ દૂધ અને ભેળસેળનો માલ ઝડપ્યો છે… પણ આટલું ઝેર પકડાયા પછી પણ આરોપીને તો “જવાબ લઈને” છોડી મૂકવામાં આવ્યો!
શું ભેળસેળીયાઓ સામે તંત્ર સાચે જ લાચાર બની ગયું છે.
‘અમે ભાજપ સાથે રહીને કોંગ્રેસની જેમ ધંધા નથી કરતા’, ભરતસિંહ સોલંકીને ‘AAP’નો જવાબ
સાબરકાંઠાના ઈડર તાલુકાના સિંગા ગામે એક રહેણાંક મકાનમાં ચોરીછુપાઈથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. સોયાબીન તેલ, મેલ્ટો ડોક્સિન, વૉશિંગ પાઉડર અને પાણી મિક્સ કરીને ખરેખર દૂધ જેવું દેખાતું ઝેર તૈયાર કરવામાં આવતું હતું.
પોલીસને બાતમી મળી એટલે રેડ પાડી. 200 લિટર શંકાસ્પદ દૂધ અને ભેળસેળનો તમામ માલ ઝડપી લીધો. નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. પણ સૌથી મોટો આઘાત એ છે કે આટલું ઝેર પકડાયા પછી પણ મુખ્ય આરોપી અશ્વિનભાઈ શર્માને “જવાબ લઈને” પોલીસે છોડી મૂક્યો છે! હજી સુધી કોઈ ગુનો નોંધાયો નથી, માત્ર “જાણવાજોગ” નોંધાઈ છે. રિપોર્ટ આવે ત્યારે જ કાર્યવાહી થશે, એવું કહેવાય છે.
ઇન્હેલરમાં સિમ, દરવાજા પર બેટરી…જેલમાં ચાલાકીથી મોબાઇલનો ઉપયોગ કરતો હતો નારાયણ સાઈ
પ્રશ્ન એ છે કે…આટલું મોટું ઝેર પકડાય અને આરોપીને ઘરે મોકલી દેવાય? રાજ્યમાં ગઈકાલે નકલી ઘી, પરમદિવસે નકલી મસાલા, આજે નકલી દૂધ… ભેળસેળીયાઓની હિંમત વધતી જાય છે, કારણ કે તેમને ખબર છે – પકડાશે તો પણ “જવાબ લઈને” છૂટી જશે! લોકોના જીવ સાથે રમત રમનારાઓ સામે તંત્ર આટલું નરમ કેમ? શું ફૂડ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વચ્ચે તાલમેલ જ નથી? કે પછી ભેળસેળીયાઓના હાથ એટલા લાંબા છે કે કાર્યવાહી થતાં પહેલાં જ બધું “સેટ” થઈ જાય છે?
50 દિવસ પછી પણ આ ગુજરાતી ફિલ્મ કેમ મચાવી રહી છે ધૂમ? જાણો ફરી કયો મોટો રેકોર્ડ બનાવ્
આજે સિંગા ગામના 200 લિટર નકલી દૂધની વાત છે… કાલે કોઈ બીજા ગામના હજારો લિટરની વાત હશે. જ્યાં સુધી ભેળસેળીયાઓને તુરંત જેલ નહીં નાખવામાં આવે, ત્યાં સુધી ગુજરાતની થાળીમાં ઝેર જ ભરાતું રહેશે. સવાલ એક જ છે – ક્યારે ઊંઘમાંથી જાગશે તંત્ર?