ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર રાજકારણમાં કરશે પ્રવેશ, કઈ શરતો સાથે ક્યા પક્ષમાં જોડાશે જાહેર મંચ પરથી કર્યું એલાન

Spread the love

 

ગુજરાતના ફિલ્મી પડદે ચમકનાર વિક્રમ ઠાકોરે હવે રાજકારણમાં પગપેસારો કરવાના એંધાણ આપ્યા છે. ગઈકાલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર ન્યાય સમિતિની સાણંદ ખાતે જાહેરસભા યોજાઈ હતી. અને આ જ સંમેલનમા સમાજના લોકોની વચ્ચે મંચ પરથી વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશ કરવા મામલે વાત કરી હતી. ઘણા સમયથી વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે.

અને તે વચ્ચે આ સંમેલનમાં હવે વિક્રમ ઠાકોરે પોતે આ મામલે અટકળોનો અંત લાવ્યા છે.

વિક્રમ ઠાકોરે રાજકારણમાં આવવાને લઈને શું કહ્યું ?

વિક્રમ ઠાકોરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર ન્યાય સમિતિની જાહેરસભાના મંચ પરથી રાજકારણમાં પ્રવેશવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, પક્ષ પછી બદલજો પહેલા જે સારું કામ કરે તેની સાથે રહેજો. અમુક શરતો સાથે હું રાજકીય પક્ષમાં જોડાઇશ. જેમાં મારો સમાજ કેવી રીતે આગળ આવે. બીજાની જેમ પૈસા નહિ બનવું. અને આપણા સમાજ માટે કામ કરીશ. સમાજ એક નહિ થાય તો કશું નહિ થાય. એક થશો તો જ નેક થશો. જે પણ પક્ષમાં આપનો દીકરો ઉભો રહે તેમને સમર્થન કરજો અને તે બાદ પક્ષ બદલજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *