
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પર ‘દિલ્હી જેવું કલંક’ ન લાગે, તે માટે ગુજરાત સરકારે મલ્ટી લેયર સિક્યુરિટી સિસ્ટમ બનાવવા પર કામ શરૂ કરી દીધું છે. આ સિસ્ટમ સમગ્ર આયોજન દરમિયાન કોઈપણ પ્રકારના ગેરવહીવટ, બેદરકારી, ખોટા ટેન્ડર અથવા ભ્રષ્ટાચારને નિયંત્રિત કરશે. આ જ ઉદ્દેશ્ય સાથે ‘ઝીરો પ્રોફિટ-ફુલ ટ્રાન્સપરન્સી’ મોડેલ લાગુ કરવામાં આવશે.
આ મોડેલ મૂળરૂપે 2006માં મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં અપનાવાયું હતું, જેના કારણે ત્યાં ઝીરો ભ્રષ્ટાચાર સાથે રમતોનું આયોજન થયું હતું. હવે ગુજરાતમાં આયોજન કરાવનારી કમિટીને નોટ ફોર પ્રોફિટના રૂપમાં તૈયાર કરવામાં આવશે. કમિટીમાં સરકારી અધિકારીઓ-નેતાઓની સંખ્યા સીમિત રાખીને પ્રોફેશનલ્સ, એક્સપર્ટ્સ, કોર્પોરેટ્સ, ઇન્ડિયન ઓલિમ્પિક, પેરાલિમ્પિક એસો.ના અધિકારી અને એથ્લેટ્સની સંખ્યા વધારવામાં આવશે. સાથોસાથ CAG દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને પણ રાખવામાં આવશે. ડિસેમ્બરના અંત સુધીમાં આ કમિટી તૈયાર થઈ જશે.
સરકારનો લક્ષ્ય છે કે કોઈ પણ સિંગલ મોટો કોન્ટ્રાક્ટ 500 કરોડ રૂપિયાથી વધુનો ન હોવો જોઈએ. આવું એટલા માટે કે મોટા કોન્ટ્રાક્ટ્સમાં ભ્રષ્ટાચારનો ખતરો પણ વધારે રહે છે. જ્યારે નાના પેકેજમાં વધારે બોલી લગાવનારા આવે છે, જેનાથી પારદર્શિતા વધુ જળવાઈ રહે છે.
કેવી હશે કમિટી? શું ભૂમિકા હશે?ઃ
7+3+4+1ની કમિટી: એટલે કે, 7 પ્રોફેશનલ્સ (આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ એક્સપર્ટ, કોર્પોરેટ ગવર્નન્સ સ્પેશિયાલિસ્ટ, ફંડ મેનેજમેન્ટ અને ઇન્ફ્રા ઓડિટ એક્સપર્ટ), 3 સ્પોર્ટ્સ અધિકારીઓ (ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પદાધિકારી, પેરાલિમ્પિક એસો.ના પદાધિકારી અને એથ્લીટ), 4 સરકારી અધિકારી (ફાઇનાન્સ, સ્પોર્ટ્સ, હોમ-ઇન્ટેલિજન્સ અને ઇન્ફ્રા સેક્રેટરી) અને 1 CAG દ્વારા નોમિનેટ અધિકારી રહેશે.
CAGની ભલામણો કાયદો બનશે: CAGએ 2010-2018ના રિપોર્ટ્સમાં 32 મુદ્દાઓ તૈયાર કર્યા હતા જે કોઈપણ મોટા રમતગમત આયોજનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. સામાન્ય રીતે CAG માત્ર ભલામણો કરે છે, પહેલીવાર કોમનવેલ્થમાં આ ભલામણો કાયદાકીય રીતે લાગુ કરવામાં આવશે.
આ ભલામણો કરાઈ છેઃ-
દરેક મોટો કોન્ટ્રાક્ટ ઈ-ટેન્ડરિંગ દ્વારા થાયઃ
ચૂકવણીની ડિજિટલ રિસીપ્ટ જાહેર પોર્ટલ પર મૂકવામાં આવે
દરેક પ્રોજેક્ટની કિંમતનું થર્ડ પાર્ટી વેલ્યુએશન ફરજિયાત હોય
ઈવેન્ટ પૂરી થતાં જ કમિટી પોતાનો ઓડિટ રિપોર્ટ જમા કરાવે
વેન્ડર માફિયાની વિરુદ્ધ AIથી મોનિટરિંગઃ
સરકાર આ વખતે ભ્રષ્ટાચારને રોકવા માટે ટેક્નોલોજીને મુખ્ય હથિયાર બનાવી રહી છે. રમતો માટે એક AI આધારિત રેડ ફ્લેગ એન્જિન બનાવવામાં આવી રહ્યું છે. આ વેન્ડરની બ્લેકલિસ્ટિંગને તપાસશે. સંદિગ્ધ સહાયક કંપનીઓને તપાસશે. ટેન્ડર વેલ્યૂમાં અસમાનતા જોશે. પ્રતિસ્પર્ધીઓની બોલીના પેટર્નને ચેક કરશે અને પ્રાઈઝ કોટેશન જોશે. સાથોસાથ તે આ બધાનું વિશ્લેષણ કરશે અને કમિટીને તેની માહિતી આપશે.
કોન્ટ્રાક્ટ પર નવી થર્ડ પાર્ટી એજન્સીની નિમણૂકઃ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મોટા કોન્ટ્રાક્ટ્સ પર નજર રાખવા અને ઓડિટ કરવા માટે થર્ડ પાર્ટી એજન્સીને હાયર કરવામાં આવશે. આ ઓડિટ ત્રણ સ્તરે થશે. પહેલું ઓડિટ આયોજન કમિટી કરશે, ત્યારબાદ CAGનું ઓડિટ અને ત્યાર પછી સરકારના નાણાં વિભાગની સ્ક્રૂટિની થશે. પરંતુ આ ત્રણેય ઉપર સરકાર એક ચોથી સ્વતંત્ર એજન્સીની નિમણૂક કરવા અંગે વિચાર કરી રહી છે જે ‘આમાં શું ખોટું થઈ શકે છે’ મોડેલથી દરેક મોટા પ્રોજેક્ટની તપાસશે. મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં આ જ મોડેલ અપનાવાયું હતું, ત્યાં ઝીરો ભ્રષ્ટાચાર થયો હતો.
ટેન્ડર પ્રોસેસનું કેમેરાથી મોનિટરિંગઃ
પહેલીવાર એવું થશે જ્યારે ટેન્ડર પ્રોસેસનું કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આખી પ્રક્રિયા રેકોર્ડ થશે. દિલ્હીમાં યોજાયેલી ગેમ્સમાં બંધ રૂમની બેઠકોનું કલ્ચર સંપૂર્ણપણે ખતમ થશે. જે રેકોર્ડિંગ થશે, તેનો રેકોર્ડ 2 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.
બોક્સ
ક્ષેત્ર
મેલબોર્ન મોડેલ
અમદાવાદ મોડેલ
કમિટી
નોટ ફોર પ્રોફિટ
નોટ ફોર પ્રોફિટ
બોર્ડ
12માંથી 8 પ્રોફેશનલ્સ, માત્ર 4 સરકારી અધિકારી
પ્રોફેશનલ્સ, એક્સપર્ટ્સ, એથ્લીટ, સ્પોર્ટ્સ અધિકારી, સરકારી અધિકારી, CAG
ટેન્ડર
100% ઈ-પ્રોક્યોરમેન્ટ
અહીં પણ ફરજિયાત
વેન્ડરની શરતો
તમામ કોન્ટ્રાક્ટ પબ્લિક પોર્ટલ પર |
રિયલ-ટાઇમ ડિસ્ક્લોઝર સિસ્ટમ
પોસ્ટ-ઇ વેન્ટ
9 મહિનામાં ઓડિટ પૂરું, પછી આયોજન કમિટી વિખેરાઈ
ભારતમાં પણ ઓડિટ પૂરું થતાં જ કમિટી વિખેરાઈ જશે