
1994 બેચના IPS અધિકારી મનોજ શશિધર હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે, જેમને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. 1995 બેચના IPS અધિકારી રાજુ ભાર્ગવ હાલ ગાંધીનગર આર્મ્ડ યુનિટમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કાર્યરત છે. તેમને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. 2007 બેચના IPS અધિકારી દિવ્ય મિશ્રા હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને આઈબીમાં એડિશનર ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેમને IGP તરીકે બઢતી આપવામાં આવી છે. 2007 બેચના IPS અધિકારી ભદ્રન પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. તેમને IGP તરીકે બઢતી આપવામાં આવી છે. 2007 બેચના IPS અધિકારી સૌરંભ તોલંબિયા પણ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. GAILમાં સિક્યોરિટી એડવાઈઝર તરીકે કાર્યરત છે. તેમને IGP તરીકે બઢતી આપવામાં આવી છે. 2007 બેચના IPS પી.વી. રાઠોડ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ડેપ્યુટી IG તરીકે કાર્યરત છે. તેમને પણ IGP તરીકે બઢતી આપવામાં આવી છે.
ગુજરાત કેડરના વર્ષ 2022-23 બેચના IPS અધિકારીઓની ફેઝ-2ની હૈદ્રાબાદ પોલીસ અકાદમીમાં તાલીમ પૂર્ણ થતાં રાજ્ય પોલીસ દળમાં હાજર થયા છે. તેમને રાજ્યનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમનાં નામની યાદી નીચે મુજબ છેઃ
9 IPSને ASP તરીકે પોસ્ટિંગ
અધિકારીનું નામ અને ફરજનું સ્થળ
અંકિતા મિશ્રા ASP, અસલાલી, અમદાવાદ
ઘનશ્યામ ગૌતમ ASP, ભાવનગર ગ્રામ્ય
અક્ષેષ એન્જિનિયર ASP, भांडवी, सुरत
હર્ષ શર્મા ASP,બોડેલી, છોટા ઉદેપુર
ગૌતમ વિવેકાનંદન ASP, મુંદ્રા, કચ્છ
વેદિકા બિડાની ASP, सुरेन्द्रनगर
નવીન ચક્રવર્તી ASP, જસદણ, રાજકોટ
વિકાસ યાદવ ASP, સંતરામપુર, મહીસાગર
ડો. સંદિપ ટી. ASP, ધરમપુર, વલસાડ