Gujarat Ayushman Card Alert: રાજ્યના 13 લાખ આયુષ્માન કાર્ડ થયા ‘ઇનએક્ટિવ’, મફત સારવાર મેળવવા તાત્કાલિક કરો આ કામ

Spread the love

 

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ‘મા અમૃતમ’, ‘મા વત્સલ્ય’, સિનિયર સિટિઝન અને મધ્યમ વર્ગના પરિવારોને મળતા સ્વાસ્થ્ય સુરક્ષા કવચ એટલે કે આયુષ્માન કાર્ડમાંથી અંદાજે 13 લાખ જેટલા કાર્ડ હાલમાં ‘ઇનએક્ટિવ’ (બંધ) થઈ ગયા છે. આવકના દાખલાની સમયમર્યાદા અથવા કાર્ડની મુદત પૂરી થવાને કારણે આ કાર્ડ બંધ થયા છે.

ઘણીવાર દર્દીઓ ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચે ત્યારે કાર્ડ બંધ હોવાની જાણ થાય છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી, સરકારે તમામ લાભાર્થીઓને વહેલી તકે કાર્ડ રીન્યુ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

13 લાખ પરિવારો પર સારવારનું સંકટ

રાજ્ય સરકારના ડેટા મુજબ, સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સમયસર અપડેટ ન કરાવતા તેમના કાર્ડ બંધ થઈ ગયા છે. સરકાર દ્વારા લાભાર્થીઓને મોબાઈલ પર SMS અને જાહેરાતો દ્વારા વારંવાર જાણ કરવામાં આવે છે, તેમ છતાં જાગૃતિના અભાવે રીન્યુઅલ પ્રક્રિયા બાકી રહી ગઈ છે. આના પરિણામે, જ્યારે કોઈ બીમારી આવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું થાય છે, ત્યારે પરિવારજનોને કાર્ડ એક્ટિવ કરાવવા માટે છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે. કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સારવારથી વંચિત ન રહી જાય તે માટે સરકારે આ અપીલ કરી છે.

‘જી’ (G) કેટેગરીના કાર્ડ માટેનો ખાસ નિયમ

જે લાભાર્થીઓના કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે અને તેઓ હવે તેને ‘જી’ (G) કેટેગરીમાં કન્વર્ટ કરવા માંગે છે, તેમના માટે સરકારે ખાસ પ્રક્રિયા જાહેર કરી છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારું જૂનું ઇનએક્ટિવ કાર્ડ રીન્યુ કરાવવું પડશે.

સ્ટેપ 2: રીન્યુ થયા બાદ તે કાર્ડને સિસ્ટમમાંથી ડિસેબલ (બંધ) કરાવવું પડશે.

સ્ટેપ 3: ત્યારબાદ જ તમે નવી ‘જી’ કેટેગરીમાં કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરી શકશો.

કાર્ડ ફરીથી એક્ટિવ (Renew) કેવી રીતે કરવું?

જો તમારું કાર્ડ બંધ થઈ ગયું હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે નજીકની સરકારી હોસ્પિટલ, ઈ-ગ્રામ સેન્ટર અથવા ઘરે બેઠા ઓનલાઈન પણ આ પ્રક્રિયા કરી શકો છો. નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:

પોર્ટલની મુલાકાત લો: સરકારની સત્તાવાર વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ ઓપન કરો.

લોગિન અને સર્ચ: તમારો મોબાઈલ નંબર નાખી લોગિન કરો અને તમારા PMJAY ID અથવા આધાર નંબર દ્વારા સર્ચ કરો.

એક્શન બટન: લિસ્ટમાં તમારા નામની બાજુમાં ‘Expired’ (એક્સપાયર્ડ) લખેલું દેખાશે. તેની બાજુમાં આપેલા એક્શન બટન પર ક્લિક કરો.

E-KYC: હવે આધાર કાર્ડ આધારિત E-KYC (ઓનલાઈન વેરિફિકેશન) પ્રક્રિયા પૂર્ણ કરો.

આવકનો દાખલો: અહીં તમારે નવો અને માન્ય આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *