ખંડણીખોર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર સુરતની લસકાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા અને ચર્ચામાં રહેતી પાસામાં બંધ કિર્તી પટેલને મોટો ઝટકો મળ્યો છે. વધુ એક વેપારીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરી.
કીર્તિ પટેલ પર મારામારી, હત્યાનો પ્રયાસ, ખંડણી અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવા જેવી અનેક ફરિયાદો થઈ છે. ત્યારે અલ્પેસ ડોંડાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ કરી છે.
અલ્પેશ ડોંડાએ કહ્યું કે, મિત્રો સાથે હું ઈન્સ્ટાગ્રામ કોલ પર હતો. ત્યારે એક મિત્રએ કોલ પર કીર્તિ પટેલ વિશે એલફેલ બોલ્યો હતો. તેના બાદ કીર્તિ પટેલે મને કોલ કરીને બિભત્સ ભાષામાં ઘમકીઓ આપવા લાગી હતી અને મારી પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કીર્તિ પટેલ સામે નોંધાયેલો આ 10 મો ગુનો છે. એટલુ જ નહિ, સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદનો-હરકતો કરવામાં પણ બદનામ નામચીન કીર્તિ પટેલની તાજેતરમાં પાસા હેઠળ અટકાયત કરાઈ હતી. હનીટ્રેપ-ખંડણીમાં નામચીન કીર્તિ પટેલ સામે પોલીસે પહેલીવખત પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું નવ ગુનાનો ઈતિહાસ ધરાવતી કીર્તિને વડોદરા જેલ ભેગી કરાઈ હતી. ત્યારે હવે તેની સામે દસમો ગુનો નોંધાયો છે.
ગુનાનો ઇતિહાસ અને ખંડણીખોરીની મોડસ ઓપરેન્ડી
નામચીન કીર્તિ પટેલ સામે સુરત સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં હવે કુલ 10 ગુના થઈ ગયા છે. તેની મુખ્ય મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા અને ખંડણી પડાવવાની છે. કીર્તિ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવતી, બદનામ કરતી અને પછી સમાધાનના બહાને મોટી રકમની માંગણી કરીને રૂપિયા પડાવતી હતી. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ માત્ર સુરત પૂરતી સીમિત ન રહેતા અન્ય જિલ્લાઓમાં પણ ફેલાયેલી હતી. વારંવાર ગુના આચરવાની ટેવ અને સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતી પ્રવૃત્તિઓને કારણે કાપોદ્રા પોલીસે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો. એમ.આર. સોલંકીની દેખરેખ હેઠળ આ પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યો હતો.