સાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!

Spread the love

 

 

270 બેંક ખાતા અને 300 સીમકાર્ડ સૂત્રધાર આમીર હાલાણીને પહોંચાડયાનો ઘટસ્ફોટ

સુરતના કતારગામ સાયબર ફ્રોડ કેસમાં વધુ 6 શખ્સો ઝડપાયા છે. રૂૂપિયા 804 કરોડના સાયબર ફ્રોડના કેસમાં આગાઉ 10 શખ્સો ઝડપાયા હતા. તેથી પકડાયેલા શખ્સોનો આંકડો 16 ઉપર પહોંચ્યો છે. પકડાયેલા આરોપીઓ ભંગારનો વ્યવસાય કરતા હોવાનો અને ફ્રોડના નાણામાંથી 200 ટ્રક ખરીદી હોવાનો ખુલાસો થયો છે.

સુરતના કતારગામમાં સાયબર ક્રાઈમ રેકેટમાં નાસતા-ફરતા વધુ 6 શખ્સો ઝડપાયા છે. જેમાં બે આરોપી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીઓ સકંજામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી જુદા-જુદા 149 બેંક ખાતાઓ મળી આવ્યા છે. જેમાં 800 કરોડ રૂૂપિયાથી વધુના ટ્રાન્જેક્શન થયાનું સામે આવ્યું છે.

અલગ અલગ બેંકોના 149 ખાતા સામે NCCRP પોર્ટલ ઉપર 417 ફરિયાદો મળી હતી. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને બે લેપટોપ મળી આવ્યા છે. વિદેશી ઓનલાઇન બેટિંગ અને ગેમિંગ ફંડના ટ્રાન્સફર માટે આરોપીઓ કામ કરતા હોવાની આશંકા છે.

સાયબર ક્રાઈમની તપાસમાં જાણવા મળ્યું છે કે, નાના વેપારીઓને સાયબર ફ્રોડના નાણાં ચૂકવાતા હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડથી મેળવેલી 20 કરોડથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન કર્યાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડના નાણાંથી આરોપીઓએ અંદાજે 200 ટ્રક ખરીદી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ કૌભાંડમાં ત્રણ શખ્સોએ 270 થી વધુ ખાતા ખોલ્યા હતા. રાહુલ નામના શખ્સે નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ વિભાગની તપાસમાં જાણવા મળ્યુ કે, પકડાયેલા આરોપી સાઝેબ ખેરાણી, સોહિલ વઢવાણિયા અને આમીન ભાયાણીવાળાએ ભંગારના ધંધાની આડમાં 200 થી વધુ ટ્રકના ભંગારનો માલ જેની કિંમત 20 કરોડથી વધુની રકમ આમીર અલ્તાફ ભાયાણીના કહેવાથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યા હતા. આરોપી સાઝેબ ખેરાણીએ પુરાવાનો નાશ કરવા પોતાનો મોબાઈલ ફોન ફેંકી દીધો હતો.

કમલેશ સેન અને સાગર સેનએ 270 જેટલા બેંક ખાતા અને 300 જેટલા સીમકાર્ડ મુખ્ય સૂત્રધાર આમીર અલ્તાફ હાલાણીને મોકલાવ્યા હતા. જેના બદલામાં આરોપીઓએ સીમ કાર્ડ દીઠ 1000 અને બેંક ખાતા દીઠ 50 હજારનું કમિશન મેળવ્યું હતું. રાહુલ વાળાએ આ એકાઉન્ટનો એક્સેસ મેળવી જેમાં જમા થયેલાં સાયબર ફ્રોડના રૂૂપિયા ઉપાડી મુખ્ય સૂત્રધાર આમીરના કહેવાથી સહ આરોપીને આંગડિયા મારફતે મોકલી આપ્યા હતા. જેના બદલામાં 1 ટકા કમિશન મેળવી પેમેન્ટ પ્રોસેસર તરીકેની ભમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *