SURAT : 21 હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવનાર રોનક ધોળિયા ઝડપાયો

Spread the love

 

  • SURAT : સુરતમાં 8.20 કરોડની હીરા છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ રોનક ધોળિયા ઝડપાયો
  • ઈકો સેલની મોટી કામગીરી : 8 મહિનાથી ફરાર રોનક ધોળિયાને પકડાયો, 21 વેપારીઓને લૂંટ્યા હતા
  • મહંત ડાયમંડ-રસેશ જ્વેલ્સના નામે કરોડોની ઠગાઈ : રોનક ધોળિયાની ધરપકડ
  • સુરત પોલીસની ઈકો સેલે 7મો આરોપી ઝડપ્યો, 8.20 કરોડના LB હીરા લઈને ગાયબ થયેલા રોનકની શોધ ખતમ
  • “ચેક બાઉન્સ થયા પછી ભાગી ગયા”: સુરતના 21 હીરા વેપારીઓને ચૂનો લગાવનાર રોનક ધોળિયા પકડાયો

SURAT : સુરતના હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવીને ફરાર થયેલા મુખ્ય આરોપી રોનક ધોળિયાને આખરે સુરત પોલીસની ઈકોનોમિક ઓફેન્સ સેલ (ઈકો સેલ)એ ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ જિતેન્દ્ર કાસોદરીયા, કૌશિક સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ રોનક ધોળિયા 8 મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.

આ ગુનો ફેબ્રુઆરી-માર્ચ 2025ના ટૂંકા ગાળામાં બન્યો હતો. રોનક ધોળિયા અને જિતેન્દ્ર કાસોદરીયાએ કતારગામની વસ્તાદેવડી રોડ પર બે અલગ-અલગ પેઢીઓ મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સ LLP ફોર્મેટમાં શરૂ કરી હતી. બંનેએ પોતાની વિશ્વસનીયતા બનાવવા હીરા વેપારીઓમાં ભરોસો કેળવ્યો અને એલબી (લાઇટ બ્રાઉન) કેટેગરીના હીરાની મોટી ખરીદી કરી હતી. ઠગ રોનક ઘોળિયાએ 21 વેપારીઓ પાસેથી કુલ 8.20 કરોડ રૂપિયાના હીરાની ખરીદી કરી હતી. તેમજ પૈસાની ચુકવણી કરવાના નામે ચેક આપ્યા, જે બધા બાઉન્સ થયા હતા.

જ્યારે વેપારીઓએ પૈસા માંગ્યા ત્યારે બંને ભાગીદાર ગાયબ થઈ ગયા. આ મામલે ભોગ બનેલા વેપારીઓએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી, જેના પગલે કમિશનરે આ કેસ ઈકો સેલને સોંપ્યો હતો. ઈકો સેલની ટીમે તપાસના અંતે અલગ-અલગ સમયે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, અને આજે મુખ્ય સૂત્રધાર રોનક ધોળિયાને પણ હાથ લગાવ્યો છે. પોલીસે તેની પાસેથી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા કબજે કર્યા છે.

આ કેસમાં હવે કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધ ચાલુ છે. ઈકો સેલના અધિકારીએ જણાવ્યું કે, “રોનક ધોળિયા આ કેસનો માસ્ટરમાઈન્ડ હતો. તેની ધરપકડથી આખા કેસનું રહસ્ય ખુલશે અને પીડિત વેપારીઓને ન્યાય મળવાની આશા જાગી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *