મેવાણીના ગઢમાં સંઘવી નો હુંકાર : “એક ફોન કરજો, અડધી રાત્રે આવીશ”

Spread the love

 

  • વડગામમાં હર્ષભાઈ સંઘવી નો હુંકાર : “આપની તાકતથી દુષ્ણો સામે લડું છું”
  • બનાસકાંઠામાં 27 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ : સંઘવીએ કહ્યું, “એક ફોન કરજો, અડધી રાત્રે આવીશ”
  • “દીકરીઓ માટે અલગ વ્યવસ્થા”: વડગામ પુસ્તકાલયના ઉદ્ઘાટનમાં હર્ષ સંઘવીનો યુવા-કેન્દ્રિત સંદેશ
  • મેવાણી ગઢમાં સંઘવીનો હુંકાર : ગુસ્સો સમજું છું, પરંતુ આક્રોશની જરૂર નથી – વિકાસ કાર્યોનું લોકાર્પણ
  • બનાસકાંઠામાં સંઘવીની ધાકલ-ધમાલ : DSP-SP બનશે તમારા બાળકો

વડગામ : જિજ્ઞેશ મેવાણી સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા છે. વડગામમાં એક લાયબ્રેરીનું લોકાર્પણ દરમિયાન તેમણે સ્થાનિક લોકોના વિકાસને લઈને સરકારની ઈચ્છાશક્તિ અંગે હુંકાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ પુસ્તકાલય કોઈની માગણીને લઈને બનાવવામાં આવ્યું નથી. આ સરકારે પોતે જ તમારા બાળકો સારૂં ભણી-ગણીને ક્લેક્ટર, એસપી, ડીએસપી બને તેના માટે બનાવવામાં આવ્યું છે. આજે હુ અહીં આવ્યો છું, તો મારું સ્વાગત અઢારે વર્ણના લોકોએ કર્યો છે. આમ હર્ષભાઈ સંઘવીએ મેવાણી સામે પોતાનું તીર-કમાન ખેંચી લઈને તેમના જ ગઢમાં હુંકાર કર્યો છે. આ દરમિયાન તેમણે વિકાસની વાતો સાથે-સાથે કહ્યું છે કે, એક ફોન કરજો, અડધી રાત્રે પણ આવી જઈશ. આમ બનાસકાંઠામાં જઈને હર્ષભાઈ સંઘવીએ વિકાસની વાતો થકી જિજ્ઞેશ મેવાણીના વિરોધને ઠંડો પાડી દીધો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર અને ડીસા વિસ્તારોમાં 27.56 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને સ્થાનિકોના વિકાસ પ્રત્યે સરકારની સંકલ્પના પુનરાવર્તિત કરી હતી. આ દરમિયાન વડગામમાં થયેલા પુસ્તકાલય સંકુલના લોકાર્પણ કાર્યક્રમમાં હજારો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સંઘવીએ ભાવુક અવાજમાં કહ્યું, “આપની આ તાકતથી હું ગુજરાતના દુષ્ણો સામે લડી શકું છું. આ પુસ્તકાલય તમારા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે, જેથી તમારા દીકરા-દીકરીઓ વાંચીને DSP, SP કે કલેક્ટર બને.” જોકે, આ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ સરકાર તરફથી વડગામ તાલુકામાં પાછલા ઘણા વર્ષોથી તદ્દન એકલો મૂકી દેવાને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, હું તમારી તકલીફ સમજી શકું છું. તમારા ગુસ્સાને પણ સમજી શકું છું. જોકે, આ વચ્ચે તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારની વિકાસ નીતિને લોકોના ગુસ્સા અને તકલીફને સમજીને સુધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનું વચન પણ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *