જામનગરમાં મકાનના વેચાણના પૈસાની લેતીદેતીના મામલેયુવાન પર હુમલો

Spread the love

 

જામનગરના કિસાન ચોક, હિરાસરવાસ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા પર તેમના પાડોશી દંપતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને 12 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના મકાનના વેચાણના પૈસાની લેતીદેતીના મામલે બની હતી. પાડોશમાં રહેતા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર અને મુરીબેન ખીમાભાઈ પરમારે રાજાભાઈના માથામાં ડોલ ફટકારી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલા અંગે ઈજાગ્રસ્ત રાજાભાઈની પુત્રી સંજનાબેન વાઘેલાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પાડોશી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *