ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોની હેરાફેરીને ડામી દેવા માટે એક વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ની રચના માટેની પ્રક્રિયાઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ નવા ટાસ્ક ફોર્સ માટે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મળેલી કુલ અરજીઓ પૈકી 63 પોલીસ જવાનને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. આ જવાનોની પસંદગી કરીને ટાસ્ક ફોર્સને કાર્યરત કરવામાં આવશે.
માદક દ્રવ્યોનો સફાયો
અહેવાલ મુજબ, શોર્ટલિસ્ટ કરાયેલા આ જવાનોના ઇન્ટરવ્યૂ 10મી ડિસેમ્બરના રોજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. આ ટાસ્ક ફોર્સનું મુખ્ય ધ્યેય ડ્રગ્સ સહિત તમામ પ્રકારના માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અને ઉપયોગ પર અંકુશ મેળવીને ગુજરાતને ‘ડ્રગ્સ મુક્ત’ બનાવવાનું રહેશે. આ વિશેષ ફોર્સની રચનાથી રાજ્યમાં નશાના નેટવર્કને તોડવામાં મદદ મળશે.