એક સમયે ભારતની કોઈ છિંકણી પણ નહોતું લેતુ,

Spread the love

 

આજે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છે.ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે, ગુજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતકસંઘ શતાબ્દિ મહોત્સવને સંબોધન કર્યું.ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે, આજે ગુજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતકસંઘ શતાબ્દિ મહોત્સવને સંબોધતા કહ્યું કે, વિશ્વમાં કોઈ ભારતની છિંકણી પણ નહોતુ લેતુ.

ભારતનો કોઈ ભાવ પણ નહોતું પુછતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ, વિશ્વમાં આજે ભારત પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવે છે. પુતિન આવ્યા અને શું કરીને ગયા એ સમગ્ર વિશ્વએ જાેયું છે. જાણ્યું છે. સક્ષમ લીડરશીપના કારણે આજે સમગ્ર વિશ્વ ભારતને પૂછી રહ્યું છે.
આ પૂર્વે આનંદીબહેન પટેલે, શિક્ષણ વ્યવસ્થા અંગે ચિંતા કરતા કહ્યું કે, વાત કરવાથી કંઈ થતું નથી, ગાંધી મૂલ્યોને જીવનમાં ઉતારવા જાેઈએ. તમને જવાબદારી મળે અને પરિવર્તન કરી બતાવો એજ સાચું છે. પહેલા ના લોકોએ શું કર્યું એમાં પડ્યા વગર પોતે શ્રેષ્ઠ કરવું જાેઈએ. મે ઉત્તરપ્રદેશમાં ૧૯ યુનિવર્સિટીને છ + માં લાવીને કામ કરી બતાવ્યું છે. ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહ્યો છે. અમે ડીજી લોકરમાં ડિગ્રીઓ રાખવાનું શરૂ કર્યું છે. અમે દરેક યુનિવર્સિટીઓને પાંચ-પાંચ ગામ એડોપ્ટ કરાવડાવ્યા છે. જન સહયોગથી ૫૦ હજાર આંગણવાડીઓને સહાય આપી છે. યુનિવર્સિટીઓને આપવામાં આવતી કરોડોની ગ્રાન્ટ ક્યા જાય છે? જાેવો તો ખરા ? યુનિવર્સિટીઓમાં માત્ર મોટા મોટા બિલ્ડીંગો નથી બનાવવાના. શિક્ષણ આપવાનું છે. આનંદીબહેન પટેલે દિકરીઓ માટે કહ્યું કે, દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી મુક્ત કરાવવા હું સૌને સલાહ આપુ છુ. આજકાલ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યુ છે ત્યારે લગ્નમાં ખર્ચ ઓછો કરજાે પણ દીકરીને વેક્સિન જરૂર અપાવજાે એવી અપીલ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *