સાયબર માફિયાઓની નાયબ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમની માહિતી બેંકોએ તુરંત આપવા આદેશ, ના આપે તો નોટિસ કાઢો

Spread the love

 

સાયબર ક્રાઈમની માહિતી બેન્કોએ તુર્તજ પોલીસને આપવાની રહેશે : ના.મુખ્યમંત્રી

રાજકોટઃ

ગુજરાતમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમ ડિજીટલ એરેસ્ટ સહિતની ઘટનાઓમાં બેન્કોની પણ હવે જવાબદારી નકકી કરવા નિર્ણય લેવાયો છે. હાલમાં જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેટ લેવલની બેન્કીંગ કમીટીની બેઠકમાં જે રીતે સાયબર માફીયામાં બેન્ક એકાઉન્ટ સહિતની માહિતી મેળવી જાય છે. તેના પર પણ ચિંતા દર્શાવવામાં આવી હતી.આ બેઠકમાં સાયબર ક્રાઈમમાં શોધવામાં બેન્કો સહકાર આપતી નહી હોવાની ફરિયાદ થઈ હતી. આ અંગે તુર્તજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેને ગંભીરતાથી લેતા બેન્કોને પોલીસ વિભાગ જે માહિતી માંગે તે તાત્કાલીક પુરી પાડવી પડશે તેવું જણાવ્યું હતું.
શ્રી સંઘવીએ આ અંગે તમામ જીલ્લા-મહાનગર પોલીસ વડાઓને સૂચના આપી હતી કે જે બેન્કો આ પ્રકારની માહિતી સમયસર ન આપે તો તેને નોટીસ ફટકારવા સૂચના આપી હતી. રાજય સરકારે સ્પષ્ટ કર્યુ હતું કે સાયબર ક્રાઈમ અટકાવવામાં બેન્કો મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને તે ભજવવાની રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાંજ અન્ય એક રાજયમાં ડીજીટલ એરેસ્ટનો શિકાર બનેલ સીનીયર સીટીઝન તેમની બેન્ક એફડી અને અન્ય રોકાણો તોડીને સાયબર માફીયાને નાણા આપવા માટે બેન્કે પહોંચ્યા તો બેન્ક મેનેજરને શંકા જતા તેઓએ ચાલાકીપૂર્વક આ સીનીયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવીને મોટી રકમ બચાવી લીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *