ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ચકચાર મચાવનારા નલ સે જલ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CID ક્રાઇમે આ કેસમાં સંડોવાયેલા વધુ પાંચ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા કોન્ટ્રાક્ટરોમાં અમુલખ પ્રજાપતિ, પ્રતાપસિંહ તુંવર, પાર્થ પટેલ, અર્જુન પાદરીઆ અને લક્ષ્મણ શર્માનો સમાવેશ થાય છે.
આ કૌભાંડની તપાસમાં હવે એક પછી એક કોન્ટ્રાક્ટરોની સંડોવણી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ કૌભાંડમાં કેટલાક સરકારી કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. સરકારી કર્મચારીઓની ધરપકડ બાદ હવે CID ક્રાઇમે તપાસનો રેલો કોન્ટ્રાક્ટરો સુધી લંબાવ્યો છે. આ ધરપકડો દર્શાવે છે કે નલ સે જલ યોજનામાં વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.