SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની 99.99 % કામગીરી, 27 જિલ્લાઓએ 100%નું સીમાચિહ્ન હાંસલ કર્યું

Spread the love

 

166 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન

વિતરીત થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1,877 ફોર્મ મળવાના બાકી

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ફોર્મ પરત આવવાની સમયમર્યાદા પૂરી થવાને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વિતરીત થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1,877 ફોર્મ મળવાના બાકી રહ્યા છે. એટલે કે ગણતરીના તબક્કાની 99.99 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગણતરીના તબક્કામાં રાજ્યના 27 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે.
100 % કામગીરીનું સીમાચિહ્ન હાંસલ કરનાર જિલ્લાઓ
1 અવલ્લી
2 વલસાડ
3 મહીસાગર
4 પાટણ
5 બનાસકાંઠા
6 સુરેન્દ્રનગર
7 સાબરકાંઠા
8 આણંદ
9 ગીર સોમનાથ
10 દાહોદ
11 રાજકોટ
12 તાપી
13 ડાંગ
14 પોરબંદર
15 જૂનાગઢ
16 મોરબી
17 ખેડા
18 છોટા ઉદેપુર
19 બોટાદ
20 નવસારી
21 અમરેલી
22 મહેસાણા
23 કચ્છ
24 વડોદરા
25 જામનગર
26 પંચમહાલ
27 દેવભૂમિ દ્વારકા

આમ, સરવાળે રાજ્યની કુલ 166 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. તા. 7, 8 અને 9 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx પર પ્રકાશિત કરવામાં આવી છે. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે.
ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40.44 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3.37 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.
આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *