જીસીસીઆઇ દ્વારા “Path to Prosperity: Smart Financial Planning for NRG/NRI & Their Family Members”સત્રનું આયોજન

Spread the love

જીસીસીઆઇ એનઆરજી સેન્ટર અમદાવાદ દ્વારા “Path to Prosperity: Smart Financial Planning for NRG/NRI & Their Family Members”સત્રનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમની શરૂઆત GCCI-NRG કમિટી અધ્યક્ષા શ્રીમતી વિતસ્તા કૌલ વ્યાસ દ્વારા આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત સંબોધન અને મહેમાન પરિચયથી થઈ. તેમણે તમામ ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યું અને NRG સમુદાયને જ્ઞાનપ્રદ સત્રો અને અર્થપૂર્ણ પહેલો દ્વારા સતત સહાય પૂરી પાડવા GCCIની પ્રતિબદ્ધતા દર્શાવી. તેમણે NRGs માટે સુવ્યવસ્થિત નાણાકીય આયોજનના મહત્ત્વ પર પ્રકાશ નાખ્યો તેમજ GCCI-NRG સેન્ટર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓનો પરિચય કરાવ્યો. ઉપરાંત, તેમણે આમંત્રિત નિષ્ણાત વક્તાઓની લાયકાતો, અનુભવો અને તેમના ક્ષેત્રમાં આપેલા યોગદાનની માહિતી આપી.
શ્રી અભિજીત ગથરાજ, કો-ચેરમેન, NRG કમિટી – GCCI દ્વારા ફાઉન્ડેશનની વિવિધ પહેલો, રાજ્ય સરકારની NRG માટેની યોજનાઓ અને તેમને ઉપલબ્ધ આધાર-સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમણે ગુજરાત અને વૈશ્વિક NRG સમુદાય વચ્ચેના સંબંધોને વધુ મજબૂત માટે ફાઉન્ડેશનના સતત પ્રયાસોની ચર્ચા કરી.
સેમિનારના વક્તા એડવોકેટ જીગર મુકેશભાઈ પટેલ, Managing Director International Tax & Investment Consultants, जे NRI टेड्स प्लानिंग अने ડબલ ટેક્શન અવોઇડન્સ વિશે સરળ અને સ્પષ્ટ સમજણ આપી. તેમણે વિદેશી રોકાણોની કાનૂની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજીકરણ અને વૈશ્વિક કમ્પ્લાયન્સની મહત્વપૂર્ણ બાબતો સમજાવી. NRI પરિવારોને આવનારા સામાન્ય ટેક્સ, વારસાગત મુદ્દા તથા રિપોર્ટિંગ સંબંધિત મુશ્કેલીઓના વાસ્તવિક ઉદાહરણો રજૂ કર્યા. તેમણે કાનૂની જોખમોથી બચવા યોગ્ય રચનાબદ્ધ આયોજન પર ભાર મુક્યો. તેમના માર્ગદર્શનથી ઉપસ્થિતોને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા અંગે સ્પષ્ટ દિશા મળી.
સેમિનારના વક્તા સીએ રિકેશ શાહ, NRI Advisor & VC ICAI Ahmedabad, એ NRI માટે પ્રોપર્ટી મેનેજમેન્ટ, ફંડ રિપેટ્રિએશન અને ભારતીય-આંતરરાષ્ટ્રીય કર નીતિઓના સમન્વય અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.
તેમણે NRI દ્વારા થતી સામાન્ય ભૂલો અને તેના નાણાકીય પરિણામોને સરળ ભાષામાં સમજાવ્યા. યોગ્ય રોકાણ માળખું, ટેક્સ-સેવિંગ સ્ટ્રેટેજી અને નિવૃત્તિ આયોજન દ્વારા લાંબા ગાળે નાણાકીય સુરક્ષા કેવી રીતે મેળવી શકાય તે તેમણે સ્પષ્ટ કર્યું. વાસ્તવિક પરિસ્થિતિને વાસ્તવિક ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યું કે, યોગ્ય દિશામાં લીધેલા નાના નિર્ણયો પણ ભવિષ્ય માટે મોટો ફાયદો આપી શકે છે. તેમનું વક્તવ્ય વ્યાવહારિક અને માહિતીસભર રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *