
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે કહ્યું કે
અમદાવાદમાં બનેલ હાટકેશ્વર બ્રીજના કામમાં ગેરરીતી તથા ભષ્ટ્રાચાર ઉજાગર થયેલ જેને લઈને શહેરના તમામ બ્રીજનું ઈન્કપેશન કરવાની ફરજ પડેલ હતી તેના અનુસંધાને પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. ને ૩૫ બ્રીજ તથા જીઓ ડીઝાઈન એન્ડ રીસર્ચ પ્રા.લી. ને ૩૪ બ્રીજ એમ કુલ બે કંપનીઓને કુલ ૬૯ બ્રીજોનું ઇન્સ્પેક્શન કરવા માટેનું કામ આપેલ હતું તેમાં સુભાષ બ્રીજના ઇન્સ્પેક્શન કામ પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. નામની કંપનીને આપવામાં આવેલ હતું તમામ બ્રીજના ઇન્સ્પેક્શન રીર્પોટ તા.૦૯-૦૭-૨૫ ના રોજ આપવામાં આવેલ હતો પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. નામની કંપની દ્વારા અપાયેલ રીર્પોટમાં જણાવ્યા મુજબ સુભાષ બ્રીજની કન્ડીશન ઓવર ઓલ ફેર એટલે કે એકંદરે સારી કન્ડીશન છે તેવો રીપોંટ આપેલ હતો તો માત્ર ૪ માસમાં જ શું કન્ડીશન બગડી જવા પામી? જેથી આ કંપની દ્વારા અપાયેલ ઇન્સ્પેક્શન રીર્પોટ યોગ્ય રીતે ઇન્સ્પેક્શન કર્યા વગરનો અવાસ્તવિક અને ગુમરાહ કરનારો હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.
તે સમયે બ્રીજની અંદરની બાજુના બોક્ષમાં ચામરચીડીયા હોવાને કારણે બોક્ષનું ઇન્સ્પેક્શન કરી શક્યાં ન હતાં તેવું તેમના રીર્પોટમાં સ્પષ્ટ જણાવેલ છે તો પછી ઓવર ઓલ ફેર કન્ડીશનનો રીર્પોટ કેવી રીતે આપ્યો? બ્રીજનું શું ઇન્સ્પેક્શન કર્યું? તે તપાસનો વિષય બની જાય છે જેથી બ્રીજ ઇન્સ્પેક્શન રીર્પોટ સ્પષ્ટ રીતે ખોટો પુરવાર થાય છે જેથી રીર્પોટ વાસ્તવિકતાથી દુર હોય તેમ જણાઈ આવે છે જેથી પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી.ને કામમાં બેદરકારી કરવા બદલ તાકીદે બ્લેક લીસ્ટ કરવો જોઈએ
બ્રીજનુ સામાન્ય ઇન્સ્પેક્શન પણ ઝીણવટભર્યું કે યોગ્ય રીતે કરેલ નથી અને ઇન્સ્પેક્શન રીર્પોટમાં બ્રીજની વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર કરેલ નથી.
જેથી શહેરના તમામ બ્રીજોનું સાયન્ટીફીક રીતે ઇન્સ્પેક્શન કરી ત્યારબાદ તેનો રીપોંટ પ્રજાહિતમાં તાકીદે જાહેર કરવો જોઈએ. તેમજ બ્રીજનાઇન્સ્પેક્શન કરવાના કામમાં બેદરકારી દાખવવા તેમજ ખોટો રીર્પોટ આપવા બદલ પંકજ એમ.પટેલ કન્સલટન્ટ પ્રા.લી. નામની કંપનીને તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.