કલેકટર શ્રી મેહુલ કે.દવે દ્વારા અડાલજ ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી
…..
નાયબ મુખ્યમંત્રી શ્રીના સુચન મુજબ કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા અડાલજ ની વાવ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
……..
આપણા ઘર ,ગામ, શહેર રાજ્ય અને દેશની સ્વચ્છતા આપણાથી જ શરૂ થાય છે,માટે હું એક સ્વચ્છતાનો ખ્યાલ નહીં રાખું તો શું ફરક પડશે! આ માનસિકતાથી બહાર આવવું પડશે -કલેકટરશ્રી મેહુલ કે.દવે
…….
કલેકટર શ્રીએ અડાલજ ગ્રામ પંચાયત ખાતે થઈ રહેલી ડિજિટલ કામગીરીને ખૂબ જ સરાહનીય ગણાવતા, અન્ય ગ્રામ પંચાયતો પણ આ પ્રકારની કામગીરી કરવા પ્રેરાય તે માટે સૂચન કર્યું
…..
સાધનિક કાગળોની વ્યવસ્થિત જાળવણી ડિજીટાઈઝેશન થકી તથા પ્રોપર્ટી કાર્ડની વેરો ભરવાની,આકારણી પત્રકની કામગીરી ગ્રામ પંચાયત ખાતે ક્યુ.આર કોડથી થાય છે
…..

કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે સમયાંતરે ગાંધીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની ઓચિંતી મુલાકાત કરી, ગ્રામજનોને મળતી સરકારી સેવાઓ અંગેની વ્યવસ્થા ચકાસતા રહે છે.તથા જરૂર જણાય ત્યાં સલાહ સૂચન આપી, વ્યવસ્થા જળવાય તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓનો લાભ વ્યવસ્થિત રીતે મળી રહે તે સુનિશ્ચિત પણ કરતા રહે છે.
આ અનુસંધાને ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેએ આજે ગાંધીનગર તાલુકાના અડાલજ ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સામાન્ય દફતર તપાસણી, આધાર કેન્દ્રની મુલાકાત, ઈ ગ્રામ કેન્દ્રની મુલાકાત, પંચાયત રેકોર્ડરૂમની તપાસણી તથા જન્મ ,મરણ ,લગ્ન નોંધણીની વ્યવસ્થિત જાળવણી અંગે રૂબરૂ માહિતી મેળવી હતી.
જે અન્વયે જન્મ ,મરણ ,લગ્ન રેકોર્ડ ની વ્યવસ્થિત લેમિનેશન કરેલ જાળવણી, સાધનિક કાગળોની વ્યવસ્થિત જાળવણી તથા,ડિજીટાઈઝેશન અને ગ્રામ પંચાયતના પ્રોપર્ટી કાર્ડની વેરો ભરવાની, તથા આકારણી પત્રકની કામગીરી ક્યુ.આર કોડ થી થતી હોવાથી કલેકટર શ્રી એ આ ડિજિટલ કામગીરીને ખૂબ જ સરાહનીય પગલું ગણાવતા, અન્ય ગ્રામ પંચાયતો પણ આ પ્રકારની કામગીરી કરવા પ્રેરાય તે માટે સૂચન કર્યું હતું.
મુલાકાત અંતર્ગત કલેકટર શ્રી એ સરકારશ્રી દ્વારા સંચાલિત સસ્તા અનાજનું વિતરણ કરતી દુકાને પણ મુલાકાત કરી હતી તથા ત્યાં હાજર લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરી,અનાજના જથ્થો નિયમિત તથા પ્રમાણસર મળે છે કે કેમ તેની ખાતરી કરી હતી.
ઉપરાંત વર્તમાન સમયમાં નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રવાસન સ્થળો તથા ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ અંગે આપવામાં આવેલ સૂચના અનુસંધાને કલેકટરશ્રી દ્વારા અડાલજ ની વાવ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી. કલેકટર શ્રી એ સ્વચ્છતા અંગે ગ્રામજનોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, “આપણા ઘર ,ગામ, શહેર રાજ્ય અને દેશની સ્વચ્છતા આપણાથી જ શરૂ થાય છે, માટે દરેકે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવું જોઈએ. હું એક સ્વચ્છતાનો ખ્યાલ નહીં રાખું તો શું ફરક પડશે! આ માનસિકતાથી બહાર આવી હું એકલો પણ જો મારી આસપાસ સ્વચ્છતા રહે તેવો ખ્યાલ રાખીશ આવું વિચારશો તો આપણા ગામ શહેર કે દેશમાં ક્યાંય ગંદકી નહીં રહે.”આ સાથે જ તેમણે અડાલજ ખાતે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય છે કે કેમ, અને નિયમિત પણે સાફ-સફાઈ થાય તે અંગે પણ માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત અંતર્ગત કલેકટર શ્રી સાથે મામલતદાર શ્રી ગાંધીનગર મહેશ ગોહિલ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા પણ જોડાયા હતા.
……













