
વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ દ્વારા તા.૧૦/૧૨/૨૫ના રોજ ગાંધીનગર જિલ્લા પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ, શિહોલી મોટી ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. આ કેન્દ્ર ખાતે ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના પ્રાકૃતિક, જૈવિક, સજીવ, જંગલ કે અન્ય ખેતી કરતા હોય અને જેમને પ્રાકૃતિક ખેતીમાં રસ હોય તેવા ખેડૂતો માટે તાલીમ યોજાઈ હતી.
જેમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ પરિબળો અંગે નરેન્દ્ર મંડિરના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ વિશે ચોકસાઈભરી બાબતો જણાવવામાં આવી હતી. વ્યાખ્યાન અને પ્રાયોગિક ધોરણે સ્થળ ઉપર દેશી બીજ અને દેશી ગાય આધારિત ઘનજીવામૃત, બીજામૃત, જીવામૃત, વાફસા, આચ્છાદન અને મિશ્રપાકનું સ્થળ પર નિદર્શન અને તાદૃશ્ય વર્ણન દ્વારા એક દિવસીય તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં અંદાજે ૩૦થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.