રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં બાળકી પર દુષ્કર્મના પ્રયાસ કેસમાં આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ રૂરલ પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં આરોપીના બન્ને પગના ભાગે ગોળી લાગતા ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે એક પોલીસ હેડ કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થયો છે. બન્ને ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવમાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો નિષ્ફળ પ્રયાસ અને ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ઘુસાડવાના કેસમાં પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરના 33 વર્ષીય રામસિંગ ડડવેજરની ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આરોપીને લઈને પોલીસ ખેતરમાં સંયોગિક પુરાવા એકત્ર કરવા પહોંચી હતી. ત્યારે આરોપીએ ભોગ બનનારને ઇજા પહોંચડેલ લોખંડનો સળીયો જ્યાં ફેંક્યો હતો ત્યાં લઈ ગયો હતો.
ગુજરાતમાં ઝોમેટો, સ્વિગી, ઉબર, ઓલાના કામદારો માટે મોટા સમાચાર: હવે સરકાર આવા નિયમો..
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો નિષ્ફળ પ્રયાસ અને ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ઘુસાડવાના કેસમાં પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરના 33 વર્ષીય રામસિંગ ડડવેજરની ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આરોપીને લઈને પોલીસ ખેતરમાં સંયોગિક પુરાવા એકત્ર કરવા પહોંચી હતી. ત્યારે આરોપીએ ભોગ બનનારને ઇજા પહોંચડેલ લોખંડનો સળીયો જ્યાં ફેંક્યો હતો ત્યાં લઈ ગયો હતો.
જોકે સરકારો પંચો સમક્ષ આરોપીએ પરત ફરતી વખતે LCBના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળિયા પર લોખંડના ધારીયા વડે હુમલો કરી ફરાર થઇ રહ્યો હતો. જેને રોકવા પોલીસના બે અધિકારીઓ દ્વારા પોલીસના હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી રામસિંગ ડડવેજરને બન્ને પગમાં ગોળી લાગતા ઇજાગ્રસ્ત થયો હતો. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે. આરોપી રામસિંગ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળીયા ઉપર બે વખત ધારિયા વડે હુમલો કર્યો હતો.
જેના કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઇજા પહોંચી છે. તેમજ રામસિંગ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા જતા સ્થળ પર હાજર બે પોલીસ અધિકારીઓ દ્વારા સ્વ બચાવમાં પોતાની રિવોલ્વરથી એક – એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે આરોપી રામસિંગના બંને પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી.
સમગ્ર બનાવવાની જાણ તાત્કાલિક અસરથી રાજકોટ ગ્રામ્યના પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. તેમજ ત્યારબાદ પોલીસ કર્મચારી તેમજ આરોપી રામસિંગને સારવાર અર્થે કે. ડી. પરવાડીયા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આરોપી રામસિંગ દ્વારા પોલીસ ઉપર હુમલો કરવા તેમજ ભાગવાનો પ્રયાસ કરવા બાબતે રામસિંગ વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 15 ડિસેમ્બર બાદ રામસિંગની કસ્ટડીની વધુ જરૂરિયાત જણાશે તો કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી શકે તેમ છે.
સમાજ માટે લાલબત્તી! મહેસાણામાં સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાના સરકારી આંકડા ચોંકાવનારા
ઇજાગ્રસ્ત આરોપી રામસિંગ ડડવેજર અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળિયાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી રહી છે. બન્નેની સ્થિતિ સ્થિર હોવાથી પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની હોવાથી હુમલો કરતો હોવાનું જાણતો હતો. આરોપીની પોલીસે ધરપકડ કરતા ફરાર થવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે આરોપી ફરાર થાય તે પહેલાં જ જવાબી કાર્યવાહી કરી અને બે રાઉન્ડ ફાયરિંગ કરી દબોચી લીધો હતો. હાલ આરોપીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધી સારવાર કરવામાં આવી રહી છે.
નરાધમ શખ્સે 7 વર્ષની બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી છતાં જરા પણ અફસોસ ન હોઈ તેમ જોવા મળતો હતો. જોકે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી હતી. જેની વચ્ચે આરોપી ફરાર થવા જતા પોલીસના ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયો છે. તેની વચ્ચે ઉત્તરપ્રદેશના ઓપરેશન લંગડાની મીની ઝલક ગુજરાતમા પણ જોવા મળી છે. ગુજરાત પોલીસે પણ ઓપરેશન લંગડા શરૂ કર્યું હોવાની જોરશોર થી ચર્ચાઓ ચાલી રહી છે.