દેશમાં દરેક સમસ્યા હોય એટલે આંદોલનનું શસ્ત્ર ગામમાં ઉગામવામાં આવે,હા, પણ સરકાર ન માને તો કંઈક તો કરવું જ જાેઈએ પણ જ્યારે દર્દીઓની સ્થિતિ રોજ-બ-રોજ હજારો દર્દીઓ ગંભીર બીમારીમાં સપડાયેલું હોય અને પોતાની માંગણીઓ લઇને સરકારને હલાવવા મંડળના પ્રમુખ નીકળી પડે ત્યારે સરકારે કડક થવું જ જાેઈએ, શું આ સ્થિતિમાં આ કરવાની જરૂર છે? અનેક લોકો હડતાળના કારણે દર્દીઓ મુત્યુ પામ્યા, કારણ સારવારના અભાવે તથા સ્ટાફ હડતાલ ઉપર જતા ઘણા જ દર્દીઓ મૃત્યુ પામ્યા ના પણ અહેવાલ છે, ત્યારે કર્મીઓ પોતાના પગાર વધારવાની પડી હોય અને દર્દી ભલે કણસતો આવું વલણ રાખનારા સામે હવે સચિવ જયંતિબેન જાેખમે તંત્રના પ્રમુખો અને સ્ટાફ જે એપેડેમિક એકટ તેમજ ડીસ્ટ્રીક મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ભલે વધે પણ પ્રજામાં જે જયંતિ બેન દ્વારા ર્નિણય લેવામાં આવ્યો તે યોગ્ય માનવામાં આવી રહ્યો છે
કોરોનાની મહામારી અને વાવાઝોડામાં પોતાની માંગ સાથે દર્દીઓને રામ ભરોસે છોડી ને સ્ટાફ પોતે પોતાની માગણીઓ ને મંજુર કરાવવા જે સરકારને દબાવવાની કોશિશ કરતાં જતા હવે મંડળો ભેખડે ભરાયા છે કોરોના સમયમાં મેડીકલ કોલેજના તબીબો અને નર્સિંગ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઇ હડતાલ પાડવામાં આવી હતી. જેમા મેડીકલ અને અને નર્સિંગ યુનિયનની માંગ સંતોષવામાં આવી હતી. ત્યારબાદ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ દ્વારા હડતાલનુ શસ્ત્ર ઉગામવામા આવ્યુ હતુ. પરંતુ તેમને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યુ હતુ કે, કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જયંતિ રવિએ બોલેલુ કરાવ્યુ છે અને જિલ્લાના અલગ અલગ ત્રણ પોલીસ સ્ટેશનમાં ૮૫થી વધુ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ હડતાળની ચીમકી આપી હતી. જાે પગાર વધારો કરવામાં નહિ આવે તો તે રવિવારથી હડતાળ પર ઉતરી સરકારનો વિરોધ કરશે તેમ નેશનલ હેલ્થ મિશનનાં પ્રમુખ વિનોદ પંડયાએ જાહેર કર્યું હતું. જેના લઇ ગત તા. ૧૭મી મે નાં રોજથી મેડિકલ ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, સ્ત્રી આરોગ્ય સ્ટાફ, એકાઉન્ટન્ટ સહિતના કર્મચારીઓએ હડતાળનો આરંભ કરી દીધો હતો.
આ બાબતે કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કોરોના ડ્યુટી આપવામાં આવે છે, પરંતુ પગારમાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવતો નથી. છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકારને પગાર વધારાની રજૂઆત કરવામાં આવી છે. અનેક આવેદનપત્ર પણ સરકારને આપવામાં આવ્યા છે. આમ છતાં પણ કોઈ ર્નિણય નહીં આવતા અંતે હડતાળ પાડવામાં આવી છે.
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી તેમજ વાવાઝોડાની આપત્તિ સમયે પણ કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખતા તેમને સરકાર દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું તેમ છતાં તેમના દ્વારા આવા કપરા સમયમાં પણ હડતાળ ચાલુ રાખવામાં આવી હતી. આખરે પોલીસ દ્વારા મેડિકલ ઓફિસર સહિત ૮૫થી વધુ કર્મચારીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૮૮, અપેડેમિક એકટ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓમાં વ્યાપક રોષ ફેલાયો હતો.