GJ-૧૮ ખાતે મનપા દ્વારા ચૂંટણી આવતાં મોટા ઉતાવળે ઉદ્ઘાટન કરીને અંડરપાસતો કોલી નાંખ્યા, ત્યારે તાઉ-તે નામના વાવાઝોડાએ તંત્રની અને કબાડી ગ્રુપની પોલ ખોલી નાંખી, સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો સ્માર્ટ સીટી હેઠળ ફાળવવામાં આવતા કરોડોનો ભ્રષ્ટ્રાચાર થકી એક્સેસ બીલો મૂકીને પ્રજાને ટેક્ષના પૈસાનું પાણી કરવાનું આ એક નજરાણું હોય તેમ અંડર પાસ તો બનાવી દીધો, પણ અંડરપાસની આજુબાજુ જે સર્વિસ રોડ છે, ત્યાં ટોટલ કામ બાકી છે, અને ભારે ગાબડા પડ્યા છે. શું ચોમાસા સુધીમાં આ કામ પૂર્ણ થઇ જાય તેવું લાગે છે, ક્યાંથી થાય? જાે ઝડપ કરવામાં આવશે તો પણ અંડરપાસ બેસી જાય તેવી ભીતી સેવાઇ રહી છે. કારણ કે સર્વિસ રોડ પર જે રીતે બંને બાજુએ પુરાણ કરવામાં આવ્યું છે, તે પુરાણ હવે ચાલી શકે તેમ નથી, અને માટી તતા પાણી પણ અંડરપાસની નીચેની જમીનમાં જતા પોલું થઇ ગયું છે, ત્યારે આવનાર, સમયમાં કરોડો રૂપિયા ખર્ચેલા અંડરપાસમાં પ્રજાના પૈસાનું પાણી થાય તેવી લોકમાં પણ ચર્ચા જગાવી છે. ત્યારે કબાડીગ્રુપથી પ્રખ્યાત આ કબાડીગ્રુપનું જ્યા પણ કોન્ટ્રાક્ટ છે, તે તમામ ફેઇલ અને ફેઇલ ગયા છે. સે-૨૧માં ચકાસવામાં આવે તો પણ ત્યાં ગાબડા અને ભુવા પડી ગયા છે. ત્યારે કમાવવાની લ્હાયમાં રામ ભરોસે પ્રજાની ચીંતા કર્યા વગર પ્રજા માટે મોતનો કુવો હોય તેવી કામગીરીથી પ્રજામાં ચર્ચાનો વિષ્ય બન્યો છે.રૂપાણી સાહેબ આ પૈસો પ્રજાનો છે, અને તમે વિકાસના કામો માટે હરંહમેશા ચાર હાથે ગ્રાંન્ટો ફાળવી રહ્યા ચો. ત્યારે આ ગ્રાંન્ટ ની ચકાસણી કરવાની હવે તાતી જરૂર છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ કેટલા પ્રોજેક્ટ આવ્યા ? અને કેટલા સકસેસ ગયા તે તપાસ કરાવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે, મનપાની ગ્રંાન્ટોમાં લોકો માલામાલથઇ ગયા છે, અને મોટાભાગના કોન્ટ્રાક્ટરો બની ગયા છે. આજે તપાસ કરાવો કે મનપામાં જેમના કોન્ટ્રાક્ટરો છે. તેમાં કોના કોના છે? પ્રજાના કામો કરતાં ઘરો ભરવામાં રસ ધરાવનારા આ તત્વો સામે સરકારે કડક થવાની જરૂર છે.ય્ત્ન-૧૮ સ્માર્ટ સીટી હેઠળ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા. જેમાંથી રૂ.૧૬ કરોડના સ્માર્ટ પાર્કિંગ અને રૂ.૩૫ કરોડના અંડરપાસની સુવિધાએ જ દુવિધા ઊભી કરી હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. સંબંધિત એજન્સીઓએ આચરેલા ભ્રષ્ટાચાર સામે સ્માર્ટ સિટીના સત્તાધિશોએ આંખમિંચામણાં કર્યા હોવાના અહેવાલો બાદ તંત્ર દ્વારા સત્તાવાર હકીકત લક્ષી અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલના પગલે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં ગંભીર બેદરકારીઓ બહાર આવી છે.
ઘ-૪ અને ગ-૪ જંક્શન પર અંડરપાસ બનાવવા માટે ૩૦-૦૯-૧૯ના રોજ ૨૪ માસની સમયમર્યાદાથી કામગીરી સોંપવામાં આવી હતી અને લોકોને અગવડ ના પડે તે માટે ઘ-૪ અંડરપાસની અંદરની કામગીરી પૂર્ણ થતાં તેને ચાલુ કરવામાં આવ્યો હતો. આ સાથે અંડરપાસ બાજુના સર્વિસ રોડ પર રસ્તા તથા વરસાદી પાણીના નિકાલ માટે સમ્પવેલની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જાે કે કોવિડનો બીજાે વેવ શરૂ થતાં હોળી પહેલાં મજૂરોનું મોટા પ્રમાણમાં સ્થળાંતર થયુ હતું અને રોડની પ્રગતિની કામગીરી થઈ શકી ન હતી. ૧૮મેના રોજ વાવાઝોડાના વરસાદ વખતે પાટનગર યોજના ભવનની આજુબાજુના વિસ્તારનું તમામ પાણી કાચા સર્વિસ રોડ પર ભેગું થયું હતું અને આ માટીયુક્ત પાણી અંડરપાસની ઊભી દીવાલોમાં વ્હિપહોલમાંથી અંડરપાસમાં ભેગુ થયું હતું. સમ્પવેલની કામગીરી પૂર્ણ ન થઈ હોવાથી હંગામી ધોરણે પાણી ખેંચવા માટે પમ્પ મૂકાયા હતા, પરંતુ અંડરપાસમાં એક ફૂટ જેટલું પાણી ભેગું થઈ ગયા હતા અને તેને થોડો સમય માટે બંધ રાખવો પડ્યો હતો. રૂ.૧૬ કરોડના સ્માર્ટ પાર્કિંગ બાબતે પણ સ્માર્ટ સિટી તરફથી સત્તાવાર ખુલાસો કરાયો છે કે, સે-૨૧માં સ્માર્ટ પાર્કિંગની કામગીરી કાર્યરત છે. આ પાર્કિંગ બની ગયા પછી તેમાં પાણીનો ભરાવો ન થાય તે હેતુથી ગટરલાઈન અને સ્ટ્રોમવોટર લાઈન નાખવામાં આવે છે. આ લાઈન નાખવાનું કામ પ્રગતિમાં હોવાથી અતિભરે વરસાદના કારણે ખાડાની માટીમાં વાહનોના ટાયર ફસાઈ જવાની એકલ-દોકલ ઘટના બની હતી. આમ, સ્માર્ટ પાર્કિંગની કામગીરી શરૂ થયા બાદ ગટર અને સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ હતી. આમ, એક સાથે ત્રણ કામગીરીઓ ચાલતી હોવાના કારણે પાટનગરના કમર્શિયલ હબ ગણાતા સે-૨૧ની દુર્દશા થઈ હતી. કોરોનાની મહામારી તથા તોક તે વાવાઝોેડા બાદ અંડરપાસની પોલ કામની બહાર આવી ગઇ છે. જાેવા જઇએ તો કોન્ટ્રાક્ટરની કોઇ લાઇન નહીં, પણ કરોડોનો કોન્ટ્રાક્ટ જાેઇને દે કોક કોન્ટ્રાક્ટ પેટા મારફત મેળવી લેવામાં આવ્યો છે. ત્યારે મનપા દ્વારા રોડ એન્ડ બિલ્ડીંગ તથા શહેર વિકાસના ઉચ્ચ અધિકારી અને ઇજનેરને આ અંડરપાસ ની ડીઝાઇનમાં વાંધો પડેલો હતો, તેવું પણ બહાર આવ્યું છે. ત્યારે સર્વિસ એડ રોડ નું કામ ઝડપથી કરવામાં આવે તો પણ અંડરપાસ બેસી જાય તેવી ભીતી સેવાઇ રહી છે.